નવા ચહેરાઓ સાથે આવશે કપિલ શર્મા શોની નવી સીઝન, લોકોએ કરી સુનિલ ગ્રોવરની માંગ

ફેમસ કોમેડિયન કપિલ શર્માના ધ કપિલ શર્મા શોની (The Kapil Sharma Show) વધુ એક સીઝન આવવાની છે. આ સિઝનમાં જૂનાની સાથે સાથે કેટલાક નવા ચહેરા પણ જોવા મળી શકે છે.

નવા ચહેરાઓ સાથે આવશે કપિલ શર્મા શોની નવી સીઝન, લોકોએ કરી સુનિલ ગ્રોવરની માંગ
the-kapil-sharma-show
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 05, 2022 | 9:47 PM

ટેલિવિઝન પર બહુચર્ચિત ‘ધ કપિલ શર્મા શો’ની (The Kapil Sharma Show) બીજી એક સિઝન આવવાની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે શોમાં કેટલાક નવા સભ્યો જોડાશે. આ શોને કપિલ શર્મા (Kapil Sharma) હોસ્ટ કરે છે અને દર અઠવાડિયે કોઈને કોઈ મોટા સ્ટાર શોમાં પહોંચે છે. આ શોને ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. લોકો આના પર રિસપોન્સ પણ આપી રહ્યા છે. મોટાભાગના લોકો માંગ કરે છે કે સુનીલ ગ્રોવર શોમાં પાછો ફરે. પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમને લાગે છે કે કોમેડી ઈન્ડસ્ટ્રી તમને બોલાવી રહી છે તો તમારી પ્રોફાઈલ અમને મોકલો. રસ ધરાવતા લોકો mukeshchhabra@mccc.in, alok@mccc.in અને kabeer@mccc.in પર પ્રોફાઇલ મોકલી શકે છે.

2016માં આવી હતી પહેલી સિઝન

અત્યાર સુધીમાં તેની 3 સીઝન આવી ચૂકી છે અને કુલ 387 એપિસોડ આવી ચૂક્યા છે. તેની પહેલી સિઝન 2016માં આવી હતી. કપિલ શર્મા સિવાય અર્ચના પુરન સિંહ, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, સુમોના ચક્રવર્તી, ભારતી સિંહ અને ચંદન પ્રભાકર આ શોનો મહત્વનો ભાગ છે. સલમાન ખાન અને કપિલ શર્માએ આ શોને પ્રોડ્યુસ કર્યો છે.

કપિલ સાથે ઝઘડા બાદ સુનીલે છોડ્યો હતો શો

સુનીલ ગ્રોવર પણ આ શોનો ભાગ રહી ચૂક્યો છે, પરંતુ તેણે કપિલ શર્મા સાથે ઝઘડા પછી 2017માં શો છોડી દીધો હતો. પરંતુ બાદમાં એવા સમાચાર આવ્યા હતા કે બંને વચ્ચેના સંબંધો સામાન્ય થઈ ગયા છે, પરંતુ સુનીલ આ શોનો ભાગ બન્યો ન હતો. તે ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયનમાં ડો મશહૂર ગુલાટી તરીકે જોવા મળ્યો હતો. હિન્દુસ્તાન ટાઈમ્સને તેને કહ્યું કે હું આ મારા માટે કરવા માંગુ છું. મને લાંબા સમય પછી ડોક્ટર મશહૂર ગુલાટી બનવું ગમ્યું. તે માત્ર એક એપિસોડ માટે હતું. મને ગમ્યું.

ફિલ્મના પ્રમોશન કરવા પહોંચે છે મોટા સ્ટાર્સ

કપિલ શર્મા શોની ટીમે હાલમાં ટોરોન્ટોમાં એક શો કર્યો હતો. આના ઘણા ફોટા સામે આવ્યા છે. અહીં કપિલ સાથે ચંદન, સુમોના, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા દેખાયા હતા. કપિલ શર્માના શોમાં મોટા મોટા સ્ટાર્સ પોતાની ફિલ્મના પ્રમોશન માટે પહોંચે છે. આ દરમિયાન સિનેમા સિવાય અન્ય ક્ષેત્રના લોકો પણ અહીં પહોંચે છે. ઘણા નવા સ્ટાર્સ માટે કપિલ શર્માના શોમાં પહોંચવું એ મોટી વાત છે. પોતાના શોના કારણે કપિલ ઘણી વખત વિવાદોમાં પણ ફસાઈ ચૂક્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati