ધ કપિલ શર્મા શોની નવી સિઝનની જાહેરાત થઈ ત્યારથી જ દર્શકો આ શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શોની ટીમે 7 ઓગસ્ટથી લોકપ્રિય કોમેડી શોની નવી સિઝનનું શૂટિંગ શરૂ કરી દિધુ છે.
1 / 6
કપિલ શર્માએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો હતો કે શો 21 ઓગસ્ટના રોજ પ્રીમિયર થવા જઈ રહ્યો છે.
2 / 6
આ વીકેન્ડ કપિલના ચાહકોને હાસ્ય અને મનોરંજનનો બેવડો ડોઝ મળવાનો છે.
3 / 6
કપિલ શર્મા અને તેમની ટીમ તમારા ટીવી સ્ક્રીન પર પાછા ફરવા માટે તૈયાર છે.
4 / 6
તાજેતરમાં રિલીઝ થયેલા ટીઝરમાં જાણવા મળ્યું છે કે પહેલા એપિસોડમાં અજય દેવગણ અને અક્ષય કુમાર પોત પોતાની ફિલ્મો ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા અને બેલ બોટમને પ્રમોટ કરવા જઈ રહ્યા છે.
5 / 6
શોના નવા ફોર્મેટ મુજબ કપિલ પ્રેક્ષકો સાથે વર્ચ્યુઅલ રીતે વાતચીત કરી શકે છે.