The Big Picture Grand Premiere: આજથી શરૂ થવા જઈ રહ્યું છે ‘ધ બિગ પિક્ચર’, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકો છો રણવીર સિંહનો આ શો

'ધ બિગ પિક્ચર' (The Big Picture) માટે રણવીર સિંહ (Ranveer Singh) ખૂબ જ ઉત્સાહિત છે. તેમને ઓફર કરાયેલા ઘણા રિયાલિટી શોમાંથી તેમને આ શો ખૂબ જ ગમ્યો હતો અને એટલે જ તેમણે આ શો માટે હા કહી દીધી.

The Big Picture Grand Premiere: આજથી શરૂ થવા જઈ રહ્યું છે 'ધ બિગ પિક્ચર', જાણો ક્યારે અને ક્યાં જોઈ શકો છો રણવીર સિંહનો આ શો
Ranveer Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 7:10 PM

બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh) આજે એટલે કે 16 ઓક્ટોબરે કલર્સ ટીવીના રિયાલિટી શો ‘ધ બિગ પિક્ચર’ (The Big Picture) દ્વારા નાના પડદા પર પોતાનું ટેલિવિઝન ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan) આ શોના નિર્માતા છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

બિગ બોસ 15 (Bigg Boss 15)માં પણ કલર્સ ટીવી (Colors Tv) દ્વારા આજે લોન્ચ થનાર આ અનોખા રિયાલિટી શોને જોરશોરથી પ્રમોટ કરવામાં આવી રહ્યો છે. ચેનલના સોશિયલ મીડિયા પર દરરોજ શેર કરવામાં આવતા આ શોના પ્રોમો દર્શકોને પોતાની તરફ આકર્ષવામાં સફળ થઈ રહ્યો છે.

જાણો તમે ક્યાં જોઈ શકો છો આ શો

આજના ભવ્ય પ્રીમિયર એપિસોડમાં રણવીર સિંહ ‘ધ બિગ પિક્ચર’ના પ્રથમ સ્પર્ધકને રનિંગ શૂઝની નવી જોડી ભેટમાં આપતા જોવા મળશે. આજે રાત્રે 8 વાગ્યે પ્રસારિત થવાનું ‘ધ બિગ પિક્ચર’નું ભવ્ય પ્રીમિયર જોવા માટે દર્શકોએ કલર્સ ટીવી સ્વિચ કરવું પડશે. તમે શનિવાર અને રવિવારે દરેક અઠવાડિયાના અંતે ટીવી પર ધ બિગ પિક્ચરના એપિસોડ જોઈ શકો છો. તસ્વીરો પર આધારિત આ અનોખો રિયાલિટી શો રણવીર સિંહ હોસ્ટ કરશે.

ઓનલાઈન પણ જોઈ શકાય છે આ શો

જો તમારા ઘરમાં ટીવી નથી અથવા તમે બહાર ક્યાંક મુસાફરી કરી રહ્યા છો તો પણ તમે આ શો ઓનલાઈન જોઈ શકો છો. તમે આ શો સત્તાવાર એપ Voot select પર લાઈવ અથવા કોઈપણ સમયે જોઈ શકો છો. પરંતુ આ જોવા માટે તમારે Voot selectનું સભ્યપદ લેવું પડશે. Jioના ગ્રાહકો રણવીર સિંહના શોનું ભવ્ય પ્રીમિયર Jio TV પર લાઈવ જોઈ શકે છે, જ્યારે Airtelના ગ્રાહકો તેને Airtel Xstream પર લાઈવ જોઈ શકે છે.

જાણો કેવો રહેશે આ નવો રિયાલિટી શો

ધ બિગ પિક્ચર ભારતનો પહેલો રિયાલિટી શો છે, જેમાં ફોટા બતાવીને પ્રશ્નો પૂછવામાં આવશે. આ પહેલા દેશમાં લોન્ચ થયેલા તમામ રિયાલિટી શોમાં સ્પર્ધકોને પ્રશ્નોત્તરી દ્વારા પૈસા જીતવાની તક આપવામાં આવે છે. આ શોમાં જોડાયેલા સ્પર્ધકો 5 કરોડ સુધીની રકમ પોતાના નામે કરી શકે છે. આ સફરમાં તે 3 લાઈફલાઈનનો પણ ઉપયોગ કરી શકે છે, જેની મદદથી તે તેના લક્ષ્યસ્થાનની નજીક પહોંચી શકે છે. હવે તે જોવું રસપ્રદ રહેશે કે રણવીર સિંહનો આ શો ટીઆરપીની દ્રષ્ટિએ અમિતાભ બચ્ચનના શો કેબીસીને હરાવી શકે છે કે નહીં.

આ પણ વાંચો:- B’day Special: આજે 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે હેમા માલિની, જાણો કયા હીરોને મળવા પર પિતાએ લગાવ્યો હતો પ્રતિબંધ

આ પણ વાંચો:- Ranveer Singhએ શર્ટલેસ સેલ્ફી શેર કરીને ઉડાવ્યા બધાના હોશ, ચાહકોએ કહ્યું- દીપુ આસપાસ છે ક્યાંક

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">