Taarak Mehtaનાં જેઠાલાલની ‘કાશ્મીરી પત્ની’ બનેલી સિમ્પલ વાસ્તવિક જીવનમાં છે બોલ્ડ, જુઓ ખાસ તસવીરો
અભિનય ઉપરાંત તે એક બિઝનેસ વુમન પણ છે. તેમની પાસે 3 રેસ્ટોરેન્ટ છે, જે તેમણે મુંબઈમાં જ ખોલ્યા છે. સિંપલે વર્ષ 2010 માં રાહુલ લૂંબા સાથે લગ્ન કરી લીધા હતા.
ટીવીનો પ્રખ્યાત કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા સમયથી દર્શકોને ખૂબ હસાવતો રહ્યો છે. આ શોમાં હંમેશાં કોઈક ધમાકો થતો રહે છે. બીજી બાજુ, એક વખત જ્યારે શોમાં દયા ભાભી ઉપરાંત જેઠાલાલની બીજી પત્નીએ એન્ટ્રી મારી હતી, ત્યારે ઘણો ઘમાકો થયો હતો, પરંતુ દયા ભાભીના પ્રેમ સામે તેનો પ્રેમ ટકી શક્યો નહીં.
શોમાં જેઠાલાલની ‘કાશ્મીરી બીવી’ એટલે કે ગુલાબોએ ઘણો રોમાંચ જગાવ્યો હતો. ગુલાબોનું પાત્ર ભલે થોડુક નાનું હતું પરંતુ તે ખૂબ પસંદ આવ્યું હતું. ગુલાબોનું પાત્ર અભિનેત્રી સિંપલ કૌલે ભજવ્યું હતું. સિંપલ રીઅલ લાઇફમાં એકદમ બોલ્ડ છે. અહીં સિંપલની તસવીરો જુઓ .
View this post on Instagram
View this post on Instagram
તમને યાદ હશે કે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં, જ્યારે જેઠાલાલ એટલે કે દિલીપ જોશી તેમની બેચલર પાર્ટીમાં જોડાવા માટે જ્યારે મિત્રો સાથે કાશ્મીર ગયા હતા. તે દરમિયાન તેમણે ત્યાં એક ફિલ્મના શૂટિંગમાં ભાગ લીધો હતો.
આ જ ફિલ્મમાં જેઠાલાલની પત્ની ગુલાબો એટલે કે સિંપલ કૌલ બની હતી. આ રોલને ગુલાબોએ એટલી ગંભીરતાથી લીધો હતો કે તે જેઠાલાલની શોધમાં મુંબઈ સુધી આવી ગઈ હતી.
View this post on Instagram
View this post on Instagram
આ મામલો અહીં સમાપ્ત થયો ન હતો, તે જેઠાલાલને કોઈ પણ સંજોગોમાં મેળવવા માંગતી હતી, જેના માટે ગુલાબએ કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો હતો. તે જ સમયે, તેણે ગોકુલધામ સોસાયટીમાં પણ તંબુ લગાવી દિધો હતો, પરંતુ દયા ભાભીના પ્રેમની સામે ગુલાબનો પ્રેમ ફિકો પડી ગયો હતો અને ગુલાબોએ પાછા ફરવું પડ્યું હતું.
View this post on Instagram
ચાલો તમને જણાવી દઈએ કે સિંપલ કૌલ વાસ્તવિક જીવનમાં ખૂબ જ હોટ અને બોલ્ડ છે. તે સોશિયલ મીડિયા પર પોતાની ઘણીવાર ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે. સિંપલ કૌલે તેમની કારકિર્દીની શરૂઆત વર્ષ 2002 માં કરી હતી.
તેમણે ‘કુસુમ’, ‘કુટુંબ’, ‘શરારત’, ‘યે મેરી લાઈફ હૈ’, ‘બા બહુ ઓર બેબી’, ‘એસા દેશ હૈ મેરા’, ‘તીન બહુરાનીયા’, ‘સાસ બીના સસુરાલ’, ‘જીની ઓર જુજુ” સુવ્રિન ગુગ્ગલ-ટોપર ઓફ ધ યર ‘અને’ ભાખડવાલી ‘જેવી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.
View this post on Instagram
અભિનય ઉપરાંત તે એક બિઝનેસ વુમન પણ છે. તેમની પાસે 3 રેસ્ટોરેન્ટ છે, જે તેમણે મુંબઈમાં જ ખોલ્યા છે. સિંપલે વર્ષ 2010 માં રાહુલ લૂંબા સાથે લગ્ન કરી લીધા હતા.
આ સાથે જ તે એકવાર સલમાન ખાન સાથે પંગા પણ લઈ ચુકી છે. હકીકતમાં, બિગ બોસ સીઝન 12 માં સિંપલને એક વાત ગમી ન હતી અને તેમના મિત્ર કરણવીર બોહરાના સમર્થનમાં તેમણે સલમાનને ટ્વિટર પર ઘણું સંભળાવ્યું હતું.