Sidharth Shuklaએ વર્ષ 2017 માં મૃત્યુને લઈને કર્યું હતું આ ટ્વિટ, સોશિયલ મીડિયા પર થયું વાયરલ

સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. તેમના મૃત્યુ બાદ સોશિયલ મીડિયા પર શોક ફેલાયો છે. સિદ્ધાર્થની જૂની ટ્વીટ્સ વાયરલ થઈ રહી છે.

Sidharth Shuklaએ વર્ષ 2017 માં મૃત્યુને લઈને કર્યું હતું આ ટ્વિટ, સોશિયલ મીડિયા પર થયું વાયરલ
Sidharth Shukla
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 10:19 PM

બિગ બોસ 13 વિજેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) નું ગુરુવારે સવારે હાર્ટ એટેકને કારણે નિધન થયું. સિદ્ધાર્થના મૃત્યુ વિશે સાંભળીને તેમના ચાહકોને ઝટકો લાગ્યો છે. સોશિયલ મીડિયા અને ટીવી પર બોલિવૂડ સેલેબ્સની સાથે તેમના ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે. સિદ્ધાર્થના મૃત્યુ પછી, તેમનું એક જૂનું ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. જેમાં તેમણે મૃત્યુ વિશે લખ્યું હતું.

સિદ્ધાર્થે મોત અંગે ટ્વિટ વર્ષ 2017 માં 24 ઓક્ટોબરના રોજ કર્યું હતું. તેમણે લખ્યું હતું- “મૃત્યુ એ જીવનનું સૌથી મોટું નુકશાન નથી. સૌથી મોટું નુકશાન એ છે કે જે જીવતી વખતે આપણી અંદર મરી જાય છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

અહીં જુઓ સિદ્ધાર્થ શુક્લનું ટ્વિટ

ચાહકો થઈ ગયા ભાવુક

સિદ્ધાર્થનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ચાહકો ભાવુક બનીને આ પોસ્ટનો જવાબ આપી રહ્યા છે. એક ચાહકે લખ્યું – ના ભાઈ, તમે આ મુદ્દે ખોટા છો. મૃત્યુ એ જીવનની સૌથી મોટી ખોટ છે. અમે આ લાઈનને મહેસુસ કરી રહ્યા છીએ કૃપા કરીને પાછા આવો. વિશ્વાસ નથી થતો કે તમે અમારી સાથે નથી.

બીજી બાજુ, અન્ય એક પ્રશંસકે લખ્યું – ખરેખર, આજે મારી અંદરનો એક ભાગ મરી ગયો છે અને હવે તે ક્યારેય પહેલા જેવો નહીં રહે. તે જ સમયે, એક ચાહકે લખ્યું – પ્લીઝ, પ્લીઝ પાછા આવી જાવ.

બિગ બોસ 13 દરમિયાન સિદ્ધાર્થ શુક્લાની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ હતી. તેમણે બિગ બોસ 13 ની ટ્રોફી પોતાના નામે કરી હતી. બિગ બોસના હોસ્ટ સલમાન ખાને પણ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું- બહુ જલ્દી ચાલ્યો ગયો સિદ્ધાર્થ, તમે ઘણા યાદ આવશો. પરિવાર પ્રત્યે મારી સંવેદના. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થે પોતાની કારકિર્દીની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. તેમણે પોતાની ટીવી કારકિર્દીની શરૂઆત બાબુલ કા અંગના છુંટે ના સિરિયલથી કરી હતી. તેમને સિરિયલ બાલિકા વધુથી ઓળખ મળી હતી. શોમાં તેઓ શિવના પાત્રમાં જોવા મળ્યા હતા. આ પછી, તેમણે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. આ ફિલ્મમાં તે સહાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં વરુણ ધવન અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં હતા. સિદ્ધાર્થે તાજેતરમાં જ પોતાનું ડિજિટલ ડેબ્યુ કર્યું હતું. તેઓ ઓલ્ટ બાલાજી (ALTBalaji) ની વેબ સિરીઝ બ્રોકન બટ બ્યુટિફુલ સીઝન 3 માં સોનિયા રાઠી સાથે મુખ્ય ભૂમિકામાં દેખાયા હતા.

આ પણ વાંચો :- Sidharth Shuklaના મૃત્યુ બાદ તુટી ગઈ છે શહનાઝ ગિલ, પિતાએ જણાવી કેવી છે દીકરીની હાલત

આ પણ વાંચો :- Sidharth Shukla Passes away: ટીવીના નહીં પણ કોન્ટ્રોવર્સીઝના પણ કિંગ હતા સિદ્ધાર્થ શુક્લ, પારો ગરમ થતા ઉઠાવી લેતા હતા હાથ

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">