આ અઠવાડિયે પણ સુપર ડાન્સર શોમાં નહીં જોવા મળે શિલ્પા, સોનાલી બેન્દ્રે અને મૌસમી ચેટર્જી બનશે ગેસ્ટ જજ

સોનાલી અને મૌસમીને ટ્રીબ્યુટ આપવા માટે શોના સ્પર્ધક બંનેની ફિલ્મોના સુપરહીટ સોન્ગ્સ પર 10 મિનીટનું પરફોર્મન્સ આપશે. આ પરફોર્મન્સ જોયા બાદ બંને અભિનેત્રીઓ ભાવુક પણ થઈ જશે.

આ અઠવાડિયે પણ સુપર ડાન્સર શોમાં નહીં જોવા મળે શિલ્પા, સોનાલી બેન્દ્રે અને મૌસમી ચેટર્જી બનશે ગેસ્ટ જજ
Shilpa Shetty, Sonali Bendre and moushumi chatterjee

બોલીવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે (Sonali Bendre) અને મૌસમી ચેટર્જી (Moushumi Chatterjee) આ અઠવાડિયે સોની ટીવીના (Sony Tv) ડાન્સિંગ રિયાલીટી શો સુપર ડાન્સર ચેપ્ટર 4 (Super Dancer Chapter 4) ના સ્પેશિયલ એપિસોડમાં જોવા મળશે. શિલ્પા શેટ્ટી સતત ત્રણ દિવસ સુધી સુપર ડાન્સરમાં જોવા નથી મળી. સોનાલી અને મૌસમીની ઉપસ્થિતીમાં ડાન્સર્સ બોલીવૂડના કેટલાક સોન્ગ પર પોતાનું જબરદસ્ત પરફોર્મન્સ આપશે.

 

બાળકોના આ ડાન્સિંગ બેટલને જજ કરવા માટે શોમાં સામેલ થનાર ગેસ્ટ સેલિબ્રીટી સોનાલી અને મૌસમી દર્શકોને બાળકો સાથે મળીને મનોરંજન પૂરુ પાડશે. બધાને જ ખબર છે કે મૌસમી અને સોનાલી પોતાના સમયની ખૂબ સારી ડાન્સિંગ દિવા હતી. માટે તેમની સામે થયેલા ડાન્સ એક્ટને જોયા બાદ તેઓ પણ સ્ટેજ પર પોતાના ડાન્સનો જાદુ ચલાવતી જોવા મળી શકે છે. સુપર ડાન્સર તરફથી પણ આ બંને સદાબહાર અભિનેત્રીઓને ગ્રાન્ડ ટ્રિબ્યુટ આપવામાં આવશે.

 

સોનાલી અને મૌસમીને ટ્રીબ્યુટ આપવા માટે શોના સ્પર્ધક બંનેની ફિલ્મોના સુપરહીટ સોન્ગ્સ પર 10 મિનીટનું પરફોર્મન્સ આપશે. આ પરફોર્મન્સ જોયા બાદ બંને અભિનેત્રીઓ ભાવુક પણ થઈ જશે. એટલુ જ નહીં આ બંને અભિનેત્રી સુપર ડાન્સરના સેટ પર મસ્તી કરતા, સ્પર્ધકોની પ્રતિભાનો આનંદ લેતા અને સુંદર યાદોને તાજા કરતા ખૂબ સારો સમય વિતાવતી જોવા મળશે.

 

શનિવાર અને રવિવારે ઓન એર થનાર એપિસોડમાં દર્શકો સોનાલી અને મૌસમીના બ્લોકબસ્ટર ગીતો પર સ્પર્ધકના અવિશ્વસનીય પ્રદર્શનથી લઈને સોનાલીની તરફથી ફ્લોરિનાને ગિફ્ટો આપવા સુધી ગેસ્ટ જજીસ માટે એએસપી (A.S.P.) એટલે કે અમિત, સંચિત અને પૃથ્વીરાજના પ્રદર્શન સુધી ખાસ પળો જોવા મળશે.

 

આ પણ વાંચો – Surat: રોજગાર દિવસે સીએમની હાજરીમાં સુરતમાં રાજ્યક્ષાનો કાર્યક્રમ યોજાશે, 50 હજાર યુવાનોને અપાશે એપોઇમેન્ટ લેટર

 

આ પણ વાંચો – Madhya pradesh: રાજ્યમાં ધોધમાર વરસાદનો કહેર, 1200થી વધુ ગામો પૂરની ચપેટમાં, 5,950 લોકોનું કરાયું રેસ્ક્યૂ

Click on your DTH Provider to Add TV9 Gujarati