રણવીર સિંહને મળી હતી ઘણા ક્વિઝ શોમાંથી ઓફર, જાણો માત્ર ‘The Big Picture’ માટે કેમ પાડી હાં ?

એવું લાગે છે કે રણવીરને 'ધ બિગ પિક્ચર' (The Big Picture) માં પૂરો વિશ્વાસ છે. રણવીરની ભરપુર ઉર્જા અને અનોખો વિઝયુઅલ કોન્સેપ્ટ સાથે આ શો ખરેખર અન્યથી અલગ થવાનો છે.

રણવીર સિંહને મળી હતી ઘણા ક્વિઝ શોમાંથી ઓફર, જાણો માત્ર 'The Big Picture' માટે કેમ પાડી હાં ?
Ranveer Singh

બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh) દ્વારા આયોજિત આગામી ક્વિઝ શો ‘ધ બિગ પિક્ચર’ (The Big Picture) વિશે પ્રેક્ષકોમાં ઉત્સાહ વધી રહ્યો છે. આ ટીવી શો સાથે, રણવીર ટેલિવિઝન પર તેમની સફર શરૂ કરવા માટે તૈયાર છે. તેઓ તાજેતરમાં જ આ શોના ભવ્ય લોન્ચિંગ ઇવેન્ટને હોસ્ટ કરતા પણ જોવા મળ્યા હતા. આ ઇવેન્ટ દરમિયાન, રણવીરે ઘણા આશ્ચર્યજનક ખુલાસા કર્યા, જેણે આ આગામી કાર્યક્રમ માટે દર્શકોને વધુ ઉત્સાહિત કર્યા છે.

જો કે, સૌથી રોમાંચક ક્ષણ એ હતી જ્યારે રણવીરે સ્વીકાર્યું કે આ પહેલા પણ તેમને ઘણા ક્વિઝ શોમાંથી ઓફર મળી હતી. દસ વર્ષની સખત મહેનત અને એકથી એક ચડયાતા અભિનય પ્રદર્શન પછી, તે નિશ્ચિત છે કે રણવીર સિંહ ઘણા ડિમાન્ડમાં છે. આ ઇવેન્ટમાં, રણવીરે તેમને અગાઉ મળેલી ટીવી ઓફર્સ વિશે જ નથી કહ્યું, પણ તે પણ જાહેર કર્યું કે આખરે તે ‘ધ બિગ પિક્ચર’ કરવા માટે કેમ સંમત થયા?

રણવીર સિંહે અનેક ક્વિઝ શો હોસ્ટ કરવાની ઓફર ઠુકરાવી

આ અંગે વાત કરતા રણવીર સિંહે કહ્યું, “છેલ્લા છ વર્ષથી મને ઘણા ક્વિઝ ફોર્મેટ્સમાંથી ઓફર મળી રહી છે, પરંતુ તેમાંથી કોઈ પણ મને રસપ્રદ લાગ્યું નથી. ‘ધ બિગ પિક્ચર’ વિશે કોઈ અનુમાન કરી શકતું નથી અને તેની વિશેષતા ખરેખર રોમાંચક છે. મને આ ઓફર મળી, મેં તેને ઝડપથી સ્વીકારી લીધી. આપણે એક વિઝયુઅલ યુગમાં જીવી રહ્યા છીએ અને દરેક મનુષ્ય દરરોજ કોઈ ને કોઈ રૂપમાં વિઝયુઅલ અનુભવ લઈ રહ્યો છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ‘ધ બિગ પિક્ચર’ એક વિઝયુઅલ આધારિત ક્વિઝ શો છે, જે તેને અન્ય તદ્દન અલગ બનાવે છે. હું નાનો હતો ત્યારથી જ ક્વિઝ શોનો ચાહક છું અને મને એ વિચારીને ખૂબ આનંદ થાય છે કે આજે હું જાતે જ એક ક્વિઝ શો હોસ્ટ કરવા જઈ રહ્યો છું.

શોની હોસ્ટિંગ માટે તેની તૈયારીઓ વિશે તેમણે કહ્યું, “મને લાગે છે કે ટીવીમાં કામ કરવું ફિલ્મો કરતા વધારે પડકારજનક છે કારણ કે તમને ફિલ્મો માટે તૈયારી કરવા માટે ઘણો સમય મળે છે, પરંતુ ટીવીમાં, તમારે ઝડપથી કામ કરવાનું હોય છે અને તે ખૂબ જ તણાવપૂર્ણ હોય છે. મેં ટીવીથી ઘણું શીખ્યું છે અને મને સમજાયું છે કે તેની અનંત સંભાવનાઓ છે. ”

લાગે છે કે રણવીરને ‘ધ બિગ પિક્ચર’ પર પૂરો વિશ્વાસ છે. રણવીરની ભરપુર ઉર્જા અને અનોખો વિઝયુઅલ કોન્સેપ્ટ સાથે આ શો ખરેખર અન્યથી બિલકુલ અલગ થવાનો છે. તો તમે પણ પોતાની બેસ્ટ ફ્રેમ્સ તૈયાર રાખો, કારણ કે ‘ધ બિગ પિક્ચર’ લઈને આવશે કેટલીક બહેતરીન યાદો.

 

આ પણ વાંચો:- ખુલાસો: ‘Airlift’ માટે પહેલી પસંદ નહોતા અક્ષય કુમાર, આ દિવંગત અભિનેતાને કાસ્ટ કરવા માંગતા હતા ફિલ્મ નિર્માતાઓ

આ પણ વાંચો:- TMKOC : માસ્ટર ભીડેની શીખે બચાવ્યો ટપ્પુ સેનાનો જીવ, શું મળશે ચોરેલા પૈસા પાછા ?

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati