‘સારાભાઈ વિરુદ્ધ સારાભાઈ’ની આગામી સિઝન પરત આવશે, નિર્માતા જેડી મજીઠિયાએ પુષ્ટિ કરી

આજે પણ લોકોને 'સારાભાઈ Vs સારાભાઈ' (Sarabhai VS Sarabhai) શો ખૂબ જ ગમે છે. આજે પણ આ શોની ઘણી વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

'સારાભાઈ વિરુદ્ધ સારાભાઈ'ની આગામી સિઝન પરત આવશે, નિર્માતા જેડી મજીઠિયાએ પુષ્ટિ કરી
Sarabhai VS Sarabhai TV Show (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 9:34 AM

કલાસિક કલ્ટ શો ‘સારાભાઈ Vs સારાભાઈ’ની (Sarabhai VS Sarabhai) નવી સીઝન ટૂંક સમયમાં પ્રસારિત થઈ શકે છે. આ શોની ટીમ નવી સીઝન (New Season) માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. તાજેતરમાં, આ વાતનો ખુલાસો શોના નિર્માતા જેડી મજેઠિયાએ (JD Majethia) કર્યો છે. જ્યારે પણ સારાભાઈ શોના કલાકારો સોશિયલ મીડિયા પર તેમના રીયુનયનની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો દ્વારા એક જ પ્રશ્ન પૂછવામાં આવે છે કે, આ લોકપ્રિય શોની આગામી સિઝન ક્યારે આવશે ?? પરંતુ, હવે એવું લાગે છે કે સારાભાઈ Vs સારાભાઈના ચાહકોને ટૂંક સમયમાં તેમના પ્રિય શોની પુનઃવાપસીના સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આ શોના નિર્માતા જેડી મજીઠિયાએ પોતે ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
View this post on Instagram

A post shared by Sarabhai Vs Sarabhai 🤣 (@sarabhai_world)

નિર્માતાઓ આ શોને પરત લાવવા માંગે છે

તાજેતરમાં એક મુલાકાત દરમિયાન, JD મજીઠિયાએ જવાબ આપ્યો કે, હું ચાહકો સાથે સંપૂર્ણ રીતે સંમત છું. સારાભાઈની બીજી સિઝન બનાવવી જ જોઈએ. એટલા માટે આપણે બધા પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ તેને થોડો વધુ સમય જોઈએ છે. હવે લોકોએ માત્ર થોડી રાહ જ જોવી પડશે. આખો દેશ જે ઈચ્છે છે તે ઈચ્છા અમે ચોક્કસ પૂરી કરીશું. અમે એ પણ વિચારી રહ્યા છીએ કે આ શોની આગામી સિઝન કેવી રીતે મેનેજ કરવી. તમામ કલાકારો પોતપોતાના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. જો કે દરેક આર્ટિસ્ટ આ શો કરવા માટે ઉત્સુક છે.

હાલમાં શોના કલાકારો અલગ-અલગ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે

સારાભાઈ Vs સારાભાઈની લીડ કાસ્ટમાંથી રૂપાલી ગાંગુલી (મોનિષા સારાભાઈ) હાલમાં ટીવીના નંબર વન શો ‘અનુપમા’માં વ્યસ્ત છે. જયારે સુમીત રાઘવન (સાહિલ સારાભાઈ) જેડીના શો ‘વાગલે કી દુનિયા’માં કામ કરી રહ્યા છે. સતીશ શાહ, રત્ના પાઠક શાહ અને રાજેશ કુમાર પણ તેમના અલગ-અલગ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. જો કે, તાજેતરમાં જ તે બધાનું અદ્ભુત પુનઃમિલન થયું હતું, જે પછી આગામી સિઝનની માંગ બમણી થઈ ગઈ છે.

પ્રથમ સિઝન 2004માં શરૂ થઈ હતી

સારાભાઈ Vs સારાભાઈની પ્રથમ સિઝન 1 નવેમ્બર 2004થી 16 એપ્રિલ 2006 સુધી સ્ટાર વન ચેનલ પર પ્રસારિત થઈ. આ શોની અભૂતપૂર્વ સફળતા પછી, સારાભાઈની સીઝન 2 OTT પ્લેટફોર્મ હોટસ્ટાર પર 15 મે 2017 થી 17 જુલાઈ 2017 સુધી પ્રસારિત થઇ હતી. આ શોનું નિર્માણ જેડી મજેઠિયા અને આતિશ કાપડિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અભિનેતા દિગ્દર્શક દેવેન ભોજાનીએ આ શોનું નિર્દેશન કર્યું હતું. સતીશ શાહ, રત્ના પાઠક શાહ, સુમીત રાઘવન, રૂપાલી ગાંગુલી અને રાજેશ કુમાર આ શોનો મુખ્ય ભાગ હતા.

શું તમે પણ ‘સારાભાઈ VS સારાભાઈ’ની ન્યુ સીઝન નિહાળવા માટે ઉત્સુક છો ?? નીચે અમને મેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવશો ….

આ પણ વાંચો – Click Shankar: ‘રાઝી’ અને ‘મારી’ બાદ હવે જંગલી પિક્ચર્સની ‘ક્લિક શંકર’ મચાવશે ધમાલ, ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">