Nagin 6 : તેજસ્વી પ્રકાશના ફેન્સને ફરી એકવાર મળ્યા સારા સમાચાર, નાગીનને મળ્યું એક મહિનાનું એક્સટેન્શન

TV9 GUJARATI

|

Updated on: Feb 03, 2023 | 11:45 AM

Nagin 6 : નાગિન સિરિયલની જેમ આ શોના શેડ્યૂલમાં પણ ઘણા ટ્વિસ્ટ અને ટર્ન્સ છે. થોડાં સમય પહેલા નાગીનની સીઝન 6 ઓફ એર હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા.

Nagin 6 : તેજસ્વી પ્રકાશના ફેન્સને ફરી એકવાર મળ્યા સારા સમાચાર, નાગીનને મળ્યું એક મહિનાનું એક્સટેન્શન
Tejasswi Prakash

કલર્સ ટીવીનો પ્રખ્યાત સુપર નેચરલ ટીવી શો નાગીન સીઝન 6 દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો છે. તેજસ્વી પ્રકાશના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે, જેઓ આ શોના દરેક એપિસોડને ખૂબ જ રસથી જોઈ રહ્યા છે. નાગીનની સીઝન 6, જે બિગ બોસ સાથે સમાપ્ત થાય છે, તેને ચેનલ તરફથી એક્સ્ટેંશન મળ્યું છે. હવે આ શો વધુ 1 મહિનો ચાલશે. તમને જણાવી દઈએ કે નાગિન 6 માટે આ ત્રીજું એક્સટેન્શન છે. સારી ટીઆરપીને કારણે શો વધુ બે વખત લંબાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :  Naagin 6: લાલ નાગીન તરીકે રશ્મિ દેસાઈ છવાઈ ચાહકોના હૃદયમાં, જુઓ તસવીરો

નાગીનની સિઝન 6 આ મહિને થશે પુરી

વાસ્તવમાં નાગિન સીઝન 6 ની શરૂઆત પછી શોની ટીઆરપી આકાશને સ્પર્શવા લાગી. શરૂઆતથી જ શોનું નામ નાના પડદાના ટોપ રેટિંગ લિસ્ટમાં સામેલ હતું. જેના કારણે શોની લીડ એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશની ફેન ફોલોઈંગ પણ ઘણી વધી ગઈ હતી. જો કે છેલ્લા કેટલાક દિવસોથી શોની ટીઆરપી ઘટવા લાગી છે. જેના કારણે મેકર્સે ફેબ્રુઆરીમાં શો બંધ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ હવે જો ખબરો પર વિશ્વાસ કરવામાં આવે તો નાગિન બંધ કરવાની તારીખ એક મહિના માટે લંબાવવામાં આવી છે. આવી સ્થિતિમાં નાગીનની સિઝન 6 માર્ચે પૂરી થશે.

અદા ખાનની થઈ છે એન્ટ્રી

નાગિન 6 ના લેટેસ્ટ ટ્રેકની વાત કરીએ તો મહેકે લાંબા સમય પછી ફરી એકવાર શોમાં એન્ટ્રી કરી છે. જે બાદ શોમાં ટ્વિસ્ટ આવતા જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં નાગીનનો ફિનાલે પણ એક મહિના માટે સ્થગિત કરવામાં આવ્યો છે. જેના કારણે ફેન્સ નાગીનના આગામી એપિસોડને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. હાલમાં જ અદા ખાને આ શોમાં એન્ટ્રી કરી છે. જો કે અદા ફરી એકવાર નાગીનમાં નેગેટિવ રોલમાં જોવા મળશે.

તેજસ્વી પહેલા ઘણી પ્રખ્યાત અભિનેત્રીઓએ ભજવ્યું હતું નાગીનનું પાત્ર

નોંધપાત્ર વાત એ છે કે બિગ બોસ ફેમ તેજસ્વી પ્રકાશ નાગિન સિઝન 6માં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આ શોમાં તેજસ્વી ઉપરાંત સિમ્બા નાગપાલ, ઉર્વશી ધોળકિયા અને મહેક ચહલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેજસ્વી પહેલા મૌની રોય, સુરભી જ્યોતિ, સુરભી ચંદના, નિયા શર્મા, રશ્મિ દેસાઈ, કરિશ્મા તન્નાએ નાગીનની ભૂમિકા ભજવી હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati