‘KBC 13ના કારણે બદલાઈ ગઈ દુનિયા..’ દીકરી શ્વેતા નંદાના સવાલ પર ભાવુક થયા અમિતાભ બચ્ચન, જુઓ Video

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં સોની શાનદાર ક્વિઝ રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ'ના 1000 એપિસોડ પૂરા કરવા જઈ રહ્યા છે.

'KBC 13ના કારણે બદલાઈ ગઈ દુનિયા..' દીકરી શ્વેતા નંદાના સવાલ પર ભાવુક થયા અમિતાભ બચ્ચન, જુઓ Video
KBC 13
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 9:17 PM

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ટૂંક સમયમાં સોની ટીવીના શાનદાર ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ના 1000 એપિસોડ પૂરા કરવા જઈ રહ્યા છે. આ ખાસ પ્રસંગને યાદગાર બનાવવા માટે, અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા (Navya Nanda Naveli) અને તેમની પુત્રી શ્વેતા બચ્ચન (Shweta Bachchan Nanda) નંદા શુક્રવારે શોમાં હાજરી આપવા જઈ રહ્યા છે.

તેમના જીવનની આ બે સુંદર મહિલાઓ, જેઓ બિગ બીના દિલની નજીક છે, તેઓ ન માત્ર શોની ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનશે પરંતુ અમિતાભ બચ્ચનને કેટલાક પ્રશ્નો પણ પૂછશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સોની ટીવી દ્વારા શેર કરાયેલ કૌન બનેગા કરોડપતિ 13ના 1000 એપિસોડ સ્પેશિયલના પ્રોમોમાં, શ્વેતા અને નવ્યાને હોટસીટ પર બેઠેલા જોઈ શકીએ છીએ. કરોડપતિના મંચ પર શ્વેતા નંદા તેના પિતા અમિતાભ બચ્ચનને આ સવાલ પૂછી રહી છે, ‘પાપા શોના 1000 એપિસોડ પૂરા થયા, 1000 એપિસોડ પૂરા કર્યા પછી તમને કેવું લાગે છે?’ દીકરીના આ સવાલનો જવાબ આપતાં અમિતાભ બચ્ચન ભાવુક થઈ ગયા અને તેમને કહે છે કે “એવું લાગ્યું કે મારી દુનિયા બદલાઈ ગઈ છે.”

મેકર્સ દ્વારા 21 વર્ષની ઉજવણી કરવામાં આવશે

આ પ્રોમોમાં વર્ષ 2000માં પ્રથમ મિલિયોનેર બનેલા હર્ષવર્ધન નવાથે, 2011માં 5 કરોડ જીતનાર સુશીલ કુમાર, 7 કરોડ જીતનાર નરુલા બ્રધર્સ અને જુનિયર મિલિયોનેર વિનર રવિ મોહન સૈની પણ સામેલ હતા. વર્ષ 2000 માં શરૂ થયેલી આ રોમાંચક રમતને આજે 21 વર્ષ પૂર્ણ થયા છે, તેમ છતાં શોના હોસ્ટ અમિતાભ બચ્ચનનો આ શો પ્રત્યેનો જુસ્સો અને તેની પાછળની તેમની મહેનત ઓછી થઈ નથી અને કદાચ આ જ કારણ છે કે લોકો આ શોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

પુત્રી શ્વેતા નંદા અને પૌત્રી નવ્યા નવેલી નંદાની હાજરીમાં, અમિતાભ બચ્ચન મેકર્સ દ્વારા સ્ક્રીન પર તેમની 21 વર્ષની યાદગાર સફર જોવા મળશે. આ સફર જોઈને બોલિવૂડ મેગાસ્ટારની આંખો ભીની થઈ જશે. પોતાની આંખોમાંથી આંસુ લૂછીને અમિતાભ બચ્ચન હોટ સીટ પર બેઠેલી દીકરી અને પૌત્રીને કહેશે, “ચાલો ગેમ સાથે આગળ વધીએ, કારણ કે ગેમ હજી પૂરી નથી થઈ” તેમની જાહેરાત પર કેબીસીનું સ્ટેજ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠશે.

આ પણ વાંચો: WBPHED Recruitment 2021: એન્જિનિયરો માટે બમ્પર ભરતી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: ICG Assistant Commandant Exam 2021: આસિસ્ટન્ટ કમાનડન્ટની જગ્યાઓ માટે ભારતીય કોસ્ટ ગાર્ડમાં ભરતી, જાણો તમામ વિગતો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">