કેવો બોયફ્રેન્ડ જોઈએ છે કંગના રનૌતને? બોયફ્રેન્ડ રાજકારણથી હશે કે બોલિવૂડ? જાણો અભિનેત્રીનો જવાબ

કપિલે કંગનાને પૂછ્યું કે તે કેવો બોયફ્રેન્ડ ઈચ્છે છે? આણે લઈને કપિલે કેટલાક રસપ્રદ સવાલ પૂછ્યા હતા. જેના પર કંગનાએ ખુલ્લામને જવાબ આપ્યા હતા.

કેવો બોયફ્રેન્ડ જોઈએ છે કંગના રનૌતને? બોયફ્રેન્ડ રાજકારણથી હશે કે બોલિવૂડ? જાણો અભિનેત્રીનો જવાબ
Kangana ranaut reveals that what qualities is required to become her boyfriend

મેડી કિંગ કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શો’માં (The Kapil Sharma Show) દરેક વીકેન્ડ સેલિબ્રિટીઝ આવે છે અને લોકોને તેમની વાતોથી મનોરંજન આપે છે. આ સપ્તાહમાં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પોતાની ફિલ્મ ‘થલાઇવી’ના (Thalaivi) પ્રમોશન માટે કપિલના શોમાં પહોંચી હતી.

આ દરમિયાન કંગનાએ ‘ધ કપિલ શર્મા શો’ની આખી ટીમ સાથે ખૂબ મસ્તી કરી અને તેમના પ્રશ્નોના રમૂજી જવાબો આપ્યા. શોના સેટ પરથી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં અભિનેત્રી ઓરેન્જ કલરની સાડીમાં જોવા મળી રહી છે. આ શનિવારના શોમાં કંગનાના આવવાથી મનોરંજનનો ડોઝ ડબલ થઇ ગયો હતો. શોમાં કંગનાને કપિલે બોયફ્રેન્ડ કેવો જોઈએ એ વિશે સવાલ પૂછ્યા હતા જેના જવાબ અભિનેત્રીએ આપ્યા હતા.

બોયફ્રેન્ડમાં કંગનાને જોઈએ છે આ ખાસ ગુણ

બધા જાણે છે કે કંગના અત્યારે કોઈને ડેટ કરી રહી નથી. આવી સ્થિતિમાં કપિલ શર્માએ તેને પૂછ્યું કે જો તેનો બોયફ્રેન્ડ હોય તો તે કેવો હશે? બહુ બોલવાવાળો કે મૌન રહે એવો? આ અંગે કંગનાએ તરત જ જવાબ આપ્યો કે, ‘મૌન રહે એવો, કારણ મને બોલવું ગમે છે. અને હું એવા લોકોને પસંદ કરું છું જે મને સાંભળતા રહે. બાદમાં કપિલે તેને પૂછ્યું કે તેનો બોયફ્રેન્ડ ખર્ચ કરનાર હોવો જોઈએ કે કંજૂસ? કંગનાએ કહ્યું, ‘કંજૂસ, કેમ કે ખર્ચો મારે કરવો છે.’

કયા ક્ષેત્રમાંથી હશે બોયફ્રેન્ડ?

કપિલે આગળ કંગનાને પૂછ્યું કે તેનો બોયફ્રેન્ડ બોલિવૂડમાંથી હોવો જોઈએ કે રાજકારણમાંથી? ત્યારે અભિનેત્રીએ કહ્યું કે દિલથી હોવો જોઈએ. તેને ચિંતા નથી કે બોયફ્રેન્ડ રાજકારણથી છે કે બોલિવૂડમાંથી.

હવે તે જાણીતું છે કે કંગના કોઈનાથી ડર્યા વગર તેના નિવેદનો આપવા માટે જાણીતી મહિલા છે. તે કોઈપણ ક્ષેત્રના વિષય અથવા મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી રહે છે.

આ કલાકારો સાથે રહ્યું છે કંગનાનું અફેર

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત જાહેરમાં તેના સંબંધો પર વાત કરતી આવી છે. તે તેની વાત કરતી વખતે અચકાતી નથી. કંગના રનૌત ખુલ્લેઆમ પોતાના સંબંધોની ચર્ચા કરે છે, જેના કારણે લોકો તેનો આદર કરે છે તો ઘણા લોકો ટ્રોલ પણ કરે છે. તમને જણાવી દઈએ કે ઋત્વિક રોશન અને આદિત્ય પંચોલી સાથેના તેમના સંબંધો વિશે દુનિયા જાણે છે. આ બે કલાકારોની સાથે જ અધ્યાયન સુમન અને અજય દેવગન સાથે પણ તેના સંબંધોના સમાચારોએ પણ ઘણી હેડલાઇન્સ બનાવી હતી.

 

આ પણ વાંચો: Bell Bottom: અક્ષય કુમારની ‘બેલ બોટમ’ એમેઝોન પ્રાઇમ પર મળશે જોવા, આ તારીખે થશે સ્ટ્રીમિંગ

આ પણ વાંચો: નીરજ ચોપરા અને શ્રીજેશ જોવા મળશે KBC 13 માં, પ્રોમોનો આ વિડીયો તમારા રુંવાડા ઉભા કરી દેશે

Click on your DTH Provider to Add TV9 Gujarati