The Kapil Sharma Show: કોમેડી કિંગ કપિલ શર્માના સુપરહિટ ટીવી શો ‘ધ કપિલ શર્મા શો‘ના અપકમિંગ એપિસોડમાં ડબલ ધમાલ જોવા મળશે. શોમાં આવનારા નવા મહેમાનોને જોઈને લોકો પણ એક્સાઈટેડ છે. ધ કપિલ શર્મા શોના અપકમિંગ એપિસોડમાં બિઝનેસ રિયાલિટી શો ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા સીઝન 2’ના તમામ જજ જોવા મળશે. તેનો લેટેસ્ટ પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં ‘ગુડિયા’ના અવતારમાં કોમેડિયન કીકુ શારદા શાર્ક ટેન્ક જજીસ સાથે મસ્તી કરતા જોવા મળે છે.
ધ કપિલ શર્મા શોના અપકમિંગ એપિસોડમાં શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજ અમન ગુપ્તા, વિનીતા સિંહ, અનુપમ મિત્તલ, પીયૂષ બંસલ, નમિતા થાપર, અમિત જૈન જોવા મળવાના છે. એપિસોડના ઘણા પ્રોમો સામે આવ્યા છે અને નવા ટીઝરમાં કીકુ શારદા જજોને ફની સવાલો પૂછતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
સોની ટીવીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર મજેદાર પ્રોમો શેયર કરતા લખ્યું, “આ વીકેન્ડની રાતે 9:30 વાગ્યે, સોની એન્ટરટેઈનમેન્ટ પર ધ કપિલ શર્મા શોમાં આનંદકારક નફો અને દુ:ખદ નુકસાન જોવા મળશે કારણ કે શોમાં જોવા મળશે શાર્ક ટેન્ક ઈન્ડિયાના શાર્ક!”
પ્રોમોમાં કીકુ શારદા તેના ગુડિયા અવતારમાં શાર્ક ટેન્કના જજોને સવાલ પૂછે છે, “હું તમને એક વાત પૂછવા માંગતો હતો કે જો તમે ફંડિંગ વંડિંગ કરો છો, તો ક્યારેક પાણીપુરી ખાધા પછી જ્યારે તમારું પેટ ખરાબ થઈ જાય છે, ત્યારે તમને એસિડિટી થાય છે કે લિક્વિડિટી થાય છે…? આ સાંભળીને બધા જજ હસવા લાગ્યા. જ્યારે અમન ગુપ્તા તેના સોફા પરથી ઉઠે છે અને તાળીઓ પાડવા લાગે છે.
આ પણ વાંચો :
શોના આ એક્સાઈટિંગ પ્રોમોએ પણ દર્શકોને ખૂબ જ એક્સાઈટેડ કર્યા છે. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં ફની રિએક્શન આપતા જોવા મળે છે. એક યુઝરે કહ્યું, “શાર્ક ટેન્ક બી લાઈક કહાં આકર ફસના દિયા”. અન્ય એક યુઝરે કહ્યું, “આ એપિસોડ જોવા માટે રાહ નથી જોઈ શકતો.” આ સિવાય અન્ય યુઝર પણ ફની કોમેન્ટ કરી રહ્યા છે અને સતત આ વીડિયો પર પ્રેમ વરસાવી રહ્યા છે.