‘હર હર શંભુ’ના વિવાદ બાદ ફરમાની નાઝે ગાયુ નબીને લઈને નવુ ગીત

યુટ્યુબર ફરમાની નાઝનું (Farmani Naaz) નવું ગીત રિલીઝ થઈ ગયું છે. તેનું આ ગીત પણ ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. તેણે હાલમાં જ 'હર હર શંભુ' ગીત ગાયું હતું, જેને લઈને વિવાદ પણ થયો હતો.

'હર હર શંભુ'ના વિવાદ બાદ ફરમાની નાઝે ગાયુ નબીને લઈને નવુ ગીત
farmani-naaz
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 4:24 PM

‘હર હર શંભુ’ ભજન ગાઈને ચર્ચામાં આવેલી યુટ્યુબર (Youtuber) ફરમાની નાઝનું નવું ગીત આવી ગયું છે. આ ગીત આજે તેની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું છે. ફરમાની નાઝના (Farmani Naaz) નવા આ ગીતનું નામ છે- કોઈ નબી નહીં મેરે સરકાર કી તરહ. ગીત સાથે લખ્યું છે કે મિત્રો અમે તમારા માટે વિડિયો બનાવીએ છીએ, શક્ય તેટલો સપોર્ટ કરો. તેમનું આ ગીત પણ ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. થોડા જ સમયમાં લગભગ 7 હજાર લોકો તેને જોઈ ચૂક્યા છે. 1500 થી વધુ લાઈક્સ મળી છે અને 200 થી વધુ કોમેન્ટ્સ પણ આવી છે. યુટ્યુબ પર કોમેન્ટ કરતા એક યુઝર્સે લખ્યું કે તમારો અવાજ ખૂબ જ સુંદર છે બહેન. મહાદેવના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે. અન્ય એક યુઝર્સે લખ્યું કે હું નેપાળથી છું, પણ તમારો અવાજ ખૂબ જ સુંદર છે.

સૌથી વધુ જોવાયેલ હર હર શંભુ ભજન

શ્રાવણ મહિનામાં ‘હર હર શંભુ’ ગીત ગાવા બદલ તે કેટલાક લોકોના નિશાના પર આવી હતી. પરંતુ તેની તેના પર બહુ અસર થઈ ન હતી. તેણે કહ્યું કે કલાકારનો કોઈ ધર્મ હોતો નથી. તેને લોકોનું ઘણું સમર્થન મળી રહ્યું છે. તેમનું આ ભજન સૌથી વધુ યુટ્યુબ પર જોવામાં આવ્યું છે. તેની ચેનલ પર આ ભજન સૌથી વધુ જોવામાં આવ્યું છે. 50 લાખથી વધુ લોકોએ આ ભજન જોયું છે. આ કારણે ફરમાની ચેનલને પણ ઘણી ઊંચાઈ મળી છે. તેના 3.99 મિલિયન સબસ્ક્રાઇબર્સ થઈ ચૂક્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ઈન્ડિયન આઈડલમાં પણ આવી છે ફરમાની નાઝ

ગીત પર થયેલા વિવાદ બાદ તેમની આખી ટીમે એક વિડિયો બનાવ્યો અને જણાવ્યું કે આ ગીત કેવી રીતે અને ક્યારે બનાવવામાં આવ્યું. તેણે કહ્યું કે તે કેટલાક લોકોના કારણે અટકવાની નથી. ટૂંક સમયમાં જ તેનું બીજું ભજન આવી રહ્યું છે. તેણે દરેકનો સપોર્ટ માંગ્યો. ફરમાની 2020માં ઈન્ડિયન આઈડલમાં પણ જોવા મળી હતી. 2019માં તેના પતિએ તેને છોડી દીધી હતી. તેના બાળકને જન્મથી જ ગળામાં તકલીફ છે, જેના માટે તેને પૈસાની જરૂર હતી. તેના માટે જ તે ઈન્ડિયન આઈડલમાં પહોંચી હતી.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">