ઝી ટીવીએ ‘ડીઆઈડી સુપર મોમ્સ’ માટે ઓડિશનની જાહેરાત કરી, શો ટૂંક સમયમાં શરૂ થશે

ઝી ટીવીના લોકપ્રિય ડાન્સ રિયાલિટી શો 'DID Super Moms'ની છેલ્લી 2 સીઝનને પણ અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. આ બંને સીઝનમાં કેટલીક અસાધારણ પ્રતિભાઓ સામે આવી હતી.

ઝી ટીવીએ 'ડીઆઈડી સુપર મોમ્સ' માટે ઓડિશનની જાહેરાત કરી, શો ટૂંક સમયમાં શરૂ થશે
DID Super Moms Poster (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2022 | 8:37 AM

ઝી ટીવીના (Zee Tv) આગમન બાદ ભારતમાં જાણે કે રિયાલિટી ટીવી શોની ભરમાર આવી છે. જેમાં દર્શકોને અંતાક્ષરી, સારેગામાપા, ડાન્સ ઈન્ડિયા ડાન્સ (Dance India Dance) અને ઈન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ જેવા લોકપ્રિય ટીવી શો જોવા મળ્યા છે. જે માત્ર લોકપ્રિય પ્રતિભા-આધારિત જ નથી, પરંતુ આજે પણ લાખો દર્શકોના હૃદયમાં છવાયેલા છે. આ વર્ષની શરૂઆતમાં ડીઆઈડી લિટલ માસ્ટર્સ શો લોન્ચ કરવામાં આવ્યો હતો, જે હાલમાં દર્શકોના દિલ પર રાજ કરી રહયો છે. હવે ફરી એકવાર ‘ડીઆઈડી સુપર મોમ્સ’ની (DID Super Moms) નવી સીઝન આવવાની છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
View this post on Instagram

A post shared by ZEE TV (@zeetv)

‘DID સુપર મોમ્સ’ની નવી સીઝન ટૂંક સમયમાં આવી રહી છે

ડીઆઈડી સુપર મોમ્સની છેલ્લી બે સીઝનને પણ અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો, જેમાં દેશ સમક્ષ કેટલીક અસાધારણ પ્રતિભાઓ સામે આવી હતી. આ તમામ મહિલાઓને સુપર મોમ્સ બનવાની મોટી તક મળી હતી. હવે ઝી ટીવી ફરી એકવાર આ લોકપ્રિય નોન-ફિક્શન ડાન્સ રિયાલિટી શોનું ત્રીજું સંસ્કરણ લાવી રહ્યું છે.

પ્રખ્યાત બોલિવૂડ કોરિયોગ્રાફર રેમો ડિસોઝા આ શોના 3 જજમાંથી એક હશે, જે તમામ પ્રતિભાશાળી મહિલાઓને તેમની પ્રતિભા દર્શાવવા અને નૃત્યની દુનિયામાં પોતાનું નામ બનાવવા માટે એક વિશાળ પ્લેટફોર્મ આપશે.

View this post on Instagram

A post shared by ZEE TV (@zeetv)

કોવિડ- 19ના વાતાવરણને ધ્યાનમાં રાખીને, ડીઆઈડી સુપર મોમ્સ ઓફલાઈન તેમજ ઓનલાઈન ઓડિશન યોજવા જઈ રહી છે, જે કોલકાતામાં 7 મેથી એટલે કે આજથી શરૂ થશે. આ ઓડિશનમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારે 9137857810 અથવા 9137857830 પર એકથી દોઢ મિનિટના તમારા બે ડાન્સિંગ વીડિયો વોટ્સએપ કરવાના રહેશે, જેમાં તમારે તમારું નામ, શહેર અને ઉંમરની માહિતી પણ આપવાની રહેશે. આ સિવાય તમે 8291829164 પર મિસ્ડ કોલ કરીને રજિસ્ટ્રેશન લિંક પણ મેળવી શકો છો.

આ શોના જજ, રેમો ડિસોઝા કહે છે કે, ”બધી સુપર મોમ્સ તૈયાર થઈ જાઓ, કારણ કે અમે તમારા ઓડિશન લેવા માટે તમારા શહેરમાં આવી રહ્યા છીએ, જેથી અમે તમને તમારી પ્રતિભા દર્શાવવાની અને DID સુપર મોમ્સ દ્વારા તમારા સપના પૂરા કરવાની તક આપી શકીએ.”

View this post on Instagram

A post shared by ZEE TV (@zeetv)

આ શોના ઘણા શહેરોમાં ઓડિશન યોજાશે

આગામી દિવસોમાં, ઝી ટીવી દિલ્હી, ભોપાલ, અમદાવાદ, મુંબઈ, લખનૌ અને ચંદીગઢમાં પણ ઓડિશનનું આયોજન કરશે. જો તમે પણ ડાન્સના બેહદ શોખીન છો, અને તમારી પ્રતિભા દુનિયાને બતાવવા માંગો છો, તો હવે સમય આવી ગયો છે કે તમે ઓડિશન માટે તમારા નજીકના શહેરમાં પહોંચી જાઓ. ભારતીય ટેલિવિઝન પર સૌથી લાંબો ઈતિહાસ ધરાવતો રિયાલિટી ટીવી શો, ડીઆઈડી સુપર મોમ્સ, ઝી ટીવી પર ટૂંક સમયમાં નવી સીઝન સાથે ફરીથી શરૂ થઈ રહયો છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">