મારી લડાઈ સલમાન ખાન સાથે હતી, બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ અનુરાગ ડોભાલનું નિવેદન
અનુરાગ ડોભાલે બે અઠવાડિયા પહેલા અંદાજો લગાવ્યો હતો કે ટૂંક સમયમાં જ મેકર્સ તેને શોમાંથી બહાર કરી દેવાના છે. અનુરાગે કહ્યું કે ત્રણ લોકો સાથે તેની લડાઈ ચાલી રહી હતી. પ્રથમ એવા સ્પર્ધકો હતા જેઓ શોમાં જોડાયા હતા, બીજા હતા બિગ બોસ પોતે અને ત્રીજા હતા બિગ બોસના હોસ્ટ સલમાન ખાન. આ જ કારણ છે કે બિગ બોસની આ સફર તેના માટે ઘણી મુશ્કેલ હતી.
અનુરાગ ડોભાલ એક ફેમસ યુટ્યુબર અને બ્લોગર છે. જેની યુટ્યુબ ચેનલનું નામ Uk07 Rider છે, તેના વીડિયો લોકો ખુબ પસંદ કરે છે. તેને લોકો બાબુ ભાયાના નામથી પણ બોલાવે છે. જેમણે બિગ બોસ 17માં એન્ટ્રી લીધી હતી. હાલમાં બિગ બોસના ઘરમાંથી આઉટ થઈ ચૂક્યો છે. ત્યારે તેમણે બિગ બોસના ઘરમાંથી બહાર આવતા જ એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મારી લડાઈ 3 લોકો સાથે હતી. પહેલી સ્પર્ધકો સાથે બીજી બિગ બોસ સાથે અને ત્રીજી લડાઈ સલમાન ખાન સાથે હતી.
તેમજ જાણે અનુરાગ ડોભલે બિગ બોસમાંથી બહાર આવતા શું કહ્યું. અનુરાગનું આ રીતે બહાર આવવું ચાહકો માટે એક મોટા ઝટકા સમાન છે.તેને લઈ સોશિયલ મીડિયા ચાહકો પણ બિગ બોસ વિશે વાતો કરી રહ્યા છે.