
બિગ બોસ 17 હાલમાં એક જ નામ પર ચર્ચા થઈ રહી છે અને તે છે અભિષેક કુમારની, અભિષેક કુમાર શોમાંથી બહાર થયા બાદ ફરી એક વખત શોનો ભાગ બને તેવું ચાહકો ઈચ્છે છે. સમર્થને થપ્પડ માર્યા બાદ અંકિતા લોખંડે પોતાનો નિર્ણય સંભળાવતા અભિષેકને ઘરમાંથી બેઘર કર્યો હતો, પરંતુ વીકએન્ડના વાર પર સલમાન ખાને આખી બાજી પલટાવી નાંખી હતી. શોની અંદર અને શોની બહાર ચાહકો અભિષેકને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા.
ફિલ્મી સ્ટારથી લઈને ટીવી સ્ટાર્સ પણ અભિષેકના સપોર્ટમાં આવ્યા હતા. ચાહકોની ડિમાન્ડ હતી કે, અભિષેકને શોમાં પરત બોલાવવામાં આવે અને સલમાને પણ કાંઈ આવું જ કર્યું અભિષેકને ફરીથી શોમાં બોલાવવામાં આવ્યો હતો. અભિષેકની વાપસીથી મુનવ્વર ફારુકી અને આયશા ખાન ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે. તેમજ વીકએન્ડના વાર પર એક ટાસ્ક રાખવામાં આવ્યો છે. જેમાં ફરીથી અંકિતા અને તેના પતિ વચ્ચે એક તુતુ મેમે જોવા મળી હતી.
Promo #BiggBoss17 #AnkitaLokhande Ne choose kiya #MunawarFaruqui ko over #Vickyjain aur Family members in the house pic.twitter.com/4fzdXwyCcH
— The Khabri (@TheKhabriTweets) January 6, 2024
ટાસ્ક દરમિયાન અંકિતા મુનવ્વર અને વિક્કી જૈન વચ્ચે કોઈ એકને ફાલતુનો ટેગ આપવાનો હતો. જેનો જવાબ આપતા અંકિતાએ પોતાના પતિનું નામ લીધું હતુ. આ વાત વિક્કીને પસંદ આવી ન હતી ટાસ્ક બાદ તે અંકિતા પર ગુસ્સે થયો હતો. તે કહે છે તુ રમવા માટે આવી છો પરંતુ એક સંબંધ પણ છે ને. હું ભુલ્યો નથી પરંતુ તૂ ભુલી ગઈ છો.
સપ્ષ્તા કરતા અંકિતા કહે છે કે તમને શું લાગે છે કે હું તમારા કરતાં મુન્નાને પસંદ કરીશ. વિકી કહે, થઈ ગયું. આજે શોમાં ખૂબ જ મસ્તી થવાની છે. આજે તબ્બુ શોના સેટ પર પહોંચશે અને પરિવારના સભ્યોને એક મજેદાર ટાસ્ક કરાવતી જોવા મળશે.
આ પણ વાંચો : ટાઈગર અભી જિંદા હૈ ! OTT પર રિલીઝ થવા જઈ રહી છે ‘ટાઈગર 3’, જાણો ક્યાં જઈ શકાશે