Bigg Bossની સ્પર્ધક અર્ચના ગૌતમનું રોમેન્ટિક Video Song રિલીઝ, જુઓ વીડિયો

Archana Gautam Video Song: બિગ બોસની સિઝન 16માં જોવા મળેલી અભિનેત્રી અને મોડલ અર્ચના ગૌતમનું નવું વીડિયો ગીત રિલીઝ થઈ ગયું છે. વીડિયોમાં અર્ચના રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહી છે.

Bigg Bossની સ્પર્ધક અર્ચના ગૌતમનું રોમેન્ટિક  Video Song રિલીઝ, જુઓ વીડિયો
અર્ચના ગૌતમનું રોમેન્ટિક Video Song રિલીઝImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2022 | 1:21 PM

Bigg Boss 16 Archana Gautam New Video Song: સુપર સ્ટાર સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ સીઝન 16માં હંમેશા લાઈમ લાઈટમાં રહેનારી અર્ચના ગૌતમનો એક નવુ વીડિયો ગીત રિલીઝ થયું છે. તેનું નવું ગીત છે આદતે તેરી (Aadatein Teri). આ ગીતમાં અર્ચના ખુબ રોમેન્ટિક અંદાજમાં જોવા મળેલી છે. વિક્રાંત ભારતીયની યુટ્યુબ ચેનલ પર આ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં મોટાભાગની જવાબદારી વિક્રાંત ભારતીયે નિભાવી છે. સિંગર, મ્યુઝિક ડાયરેક્ટર, લિરિસિસ્ટ, પ્રોડ્યુસર અને અભિનયનું કામ વિક્રાંતે જ કર્યું છે.

તેમણે આ ગીતને પોતાના યુટ્યુબ ચેનલ પર રિલીઝ કર્યું છે. ગીત 4 ડિસેમ્બરના રોજ રિલીઝ થયું હતુ. આ ગીતનું નિર્દેશન સુમન ગુહાએ કર્યું છે. અત્યાર સુધી આ ગીતને 22 હજારથી વધુ વ્યુઝ મળી ચુક્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અર્ચના ગૌતમનું ગીત કેવું છે ?

વીડિયો ગીતમાં અર્ચનાની સાથે વિક્રાંત ભારતીય જોવા મળી રહ્યો છે. ખાસ વાત તો એ છે કે, આ ગીતને વિક્રાંતે જ ગાયું છે. આ સિવાય વિજયલક્ષ્મીની સાથે મળી વિક્રાંતે આ ગીત લખ્યું છે. ગીત ખુબ રોમાન્ટિક છે. વિક્રાત અને અર્ચનાના પ્રેમની સાથે ગીત શરુ થાય છે પરંતુ આનો અંત ખુબ દુ:ખભર્યો છે. ગીતના અંતમાં અર્ચના મા બને છે પરંતુ બાળકને જન્મ આપ્યા બાદ તેનું નિધન થઈ જાય છે.

કોંગ્રેસની ટિકિટ પર લડી ચૂકી છે ચૂંટણી

તમને જણાવી દઈએ કે, બિગ બોસની આ સીઝનમાં અર્ચના પોતાની વાતને લઈ ચર્ચામાં રહે છે. આ શોમાં આવતા પહેલા તે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂકી છે. કોંગ્રેસે તેને મેરઠના હસ્તિનાપુરથી ઉમેદવાર બનાવી હતી. તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય અર્ચના વર્ષે 2018માં મિસ બિકિની ઈન્ડિયાનો ખિતાબ જીતી ચૂકી છે. વર્ષે 2014માં મિસ ઉત્તર પ્રદેશ પણ રહી ચૂકી છે. ગીતને લઈ અર્ચનાના ચાહકો ખુબ વખાણ કરી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">