Bigg Boss 15: પ્રતીક અને નિશાંત સાથે શમિતા શેટ્ટી બનશે સલમાન ખાનના શોનો ભાગ, ટૂંક સમયમાં ટીવી પર થશે શરૂ

સલમાન ખાન (Salman Khan)નો શો બિગ બોસ 15 (Bigg Boss 15) ટૂંક સમયમાં ટીવી પર શરૂ થવા જઈ રહ્યો છે. આ શોમાં ઘણા પ્રખ્યાત સેલેબ્સ જોવા મળશે. અહેવાલો અનુસાર શમિતા શેટ્ટી પણ શોનો ભાગ બનશે.

Bigg Boss 15: પ્રતીક અને નિશાંત સાથે શમિતા શેટ્ટી બનશે સલમાન ખાનના શોનો ભાગ, ટૂંક સમયમાં ટીવી પર થશે શરૂ
Shamita Shetty
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 11:03 PM

સલમાન ખાન (Salman Khan)ના સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ 15 (Bigg Boss 15)ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતે શોમાં ઘણા ટ્વિસ્ટ આવવાના છે. આ શો 2 ઓક્ટોબરથી ટીવી પર શરૂ થવા જઈ રહ્યો છે. શોમાં કયા સ્પર્ધકોનો સમાવેશ થવાનો છે, તેમાંથી કેટલાકના નામ ફાઈનલ થઈ ગયા છે. હવે આ યાદીમાં વધુ એક નામ સામેલ થવા જઈ રહ્યું છે. તે બિગ બોસ OTTની સ્પર્ધક શમિતા શેટ્ટી (Shamita Shetty) છે.

થોડા સમય પહેલા બિગ બોસ ઓટીટી શરૂ થયું હતું. જેને ફિલ્મમેકર કરણ જોહરે હોસ્ટ કર્યો હતો. શમિતા શેટ્ટીએ આ શોમાં ભાગ લીધો અને ટોપ 5માં પોતાની જગ્યા બનાવી હતી. શોમાંથી બ્રીફકેસ લઈને બહાર આવેલા પ્રતીક સહજપાલે પહેલાથી જ બિગ બોસ 15ની યાદીમાં પોતાની એન્ટ્રીની પુષ્ટિ કરી દીધી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

શમિતા શેટ્ટી ભાગ લેશે

એક રિપોર્ટ અનુસાર શમિતા શેટ્ટી સલમાન ખાનના શો બિગ બોસ 15માં જોવા મળવાની છે. તે બધા જાણતા હતા કે બિગ બોસ ઓટીટીના લોકપ્રિય સ્પર્ધકોને બિગ બોસ 15માં પોતાની જર્ની આગળ વધારવાની તક મળશે. બિગ બોસ ઓટીટીના ત્રણ સ્પર્ધક પ્રતીક સહજપાલ, શમિતા શેટ્ટી અને નિશાંત ભટ્ટ બિગ બોસ 15ના ખિતાબ માટે સ્પર્ધા કરશે.

પ્રતીકની શોમાં એન્ટ્રી કન્ફર્મ થયા બાદ અહેવાલો અનુસાર નિશાંત પણ શોનો ભાગ બનવા જઈ રહ્યો છે. તેમને ક્વોરન્ટાઈન માટે મોકલવામાં આવ્યા છે. હવે પ્રતીક અને નિશાંત પછી શમિતાનું નામ સામેલ કરવામાં આવ્યું છે.

બીજી વખત બિગ બોસનો બનશે ભાગ

તમને જણાવી દઈએ કે જો શમિતા બિગ બોસ 15નો ભાગ બને છે તો તે બીજી વખત શોમાં જોવા મળશે કારણ કે તેમણે બિગ બોસ 3માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. આ સીઝનને અમિતાભ બચ્ચને હોસ્ટ કરી હતી. જોકે, અંગત કારણોસર તેમણે 42 દિવસ બાદ શો છોડી દીધો હતો.

શમિતા શેટ્ટી બિગ બોસ OTTમાં ઘણી ચર્ચામાં રહી હતી. તેમની અને રાકેશ બાપટની જોડીને શોમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેમણે રાકેશને તેમની લાગણીઓ વિશે પણ કહ્યું હતું. શમિતાની સાથે રાકેશે પણ બિગ બોસ OTTના ટોપ 5માં પોતાની જગ્યા બનાવી હતી. દિવ્યા અગ્રવાલે બિગ બોસ ઓટીટી ટ્રોફી જીતી છે.

આ પણ વાંચો :- Video: અમિતાભ બચ્ચનને દૌહિત્રી નવ્યા પર થયો ગર્વ, પિયાનો વગાડતા જોઈને થયા ખૂબ ખુશ

આ પણ વાંચો :- Hina Khanએ પોતાની કાતિલ અદાઓથી લૂંટ્યું ચાહકોનું દિલ, ઓરેન્જ આઉટફિટમાં મચાવ્યો કહેર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">