Rupali Ganguli : ટીવીની અનુપમાએ પૂરું કર્યું પોતાનું સપનું, ખરીદી 1 કરોડની ઝગમગતી કાર

Rupali Ganguli : ટીવીની અનુપમાએ રિયલ લાઈફમાં પોતાના ફેન્સ સાથે એક સારા સમાચાર શેર કર્યા છે. રૂપાલી ગાંગુલીએ તેના કાર કલેક્શનમાં લક્ઝરી કારનો ઉમેરો કર્યો છે.

Rupali Ganguli : ટીવીની અનુપમાએ પૂરું કર્યું પોતાનું સપનું, ખરીદી 1 કરોડની ઝગમગતી કાર
Rupali Ganguly
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2023 | 2:25 PM

પ્રખ્યાત ટીવી સિરિયલ અનુપમા (Anupama) હંમેશા TRP લિસ્ટમાં ટોપ પર રહે છે. આ શો હંમેશા દર્શકો વચ્ચે રહે છે. આ શોની લીડ એક્ટ્રેસ અભિનેત્રી રૂપાલી ગાંગુલીને અનુપમાના રોલમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. પોતાના દમદાર અભિનયને કારણે રૂપાલીએ લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. તેને તેના ચાહકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે. આ દરમિયાન રૂપાલી તેના અંગત જીવનમાં પણ ખૂબ જ ખુશ છે. તેણે પોતાનું મોટું સપનું પૂરું કર્યું છે.

સૌથી વધુ કમાણી કરતી ટીવી અભિનેત્રીઓમાંની એક રૂપાલી ગાંગુલી આજે ઘણી કમાણી કરી રહી છે. આ દરમિયાન તેણે પોતાના કાર કલેક્શનમાં બીજી લક્ઝરી કારનો ઉમેરો કર્યો છે. રૂપાલીએ પોતે આ વાતની જાણકારી પોતાના સોશિયલ મીડિયા દ્વારા બધા સાથે શેર કરી છે. વાસ્તવમાં અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રૂપાલી મર્સિડીઝના શોરૂમમાં તેના પતિ અને પુત્ર સાથે જોવા મળી રહી છે. તેણે પોતાની નવી કાર ખરીદી છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

આ પણ વાંચો : અનુપમાની જેઠાણીએ શિયાળાની ગુલાબી ઠંડીમાં ઈન્ટરનેટનો પારો વધાર્યો

આ વીડિયો શેર કરતી વખતે રૂપાલીએ કેપ્શનમાં લખ્યું છે, જય માતા દી જય મહાકાલ આભાર @ashwinkverma મને સ્વપ્ન જોવા માટે પ્રોત્સાહિત કરવા બદલ આભાર. મારા સપનાને વાસ્તવિકતામાં ફેરવવાની મને તક આપવા બદલ રાજન શાહીનો આભાર અને મારા સૌથી મોટા આશીર્વાદ અને સ્વપ્ન બનવા બદલ રુદ્રાંશનો આભાર!!” તમને જણાવી દઈએ કે રાજન શાહી સિરિયલ અનુપમાના નિર્દેશક છે. જેણે તેને આ શો માટે કાસ્ટ કરી છે.

View this post on Instagram

A post shared by Rups (@rupaliganguly)

મર્સિડીઝ-બેન્ઝ GLE 300D’

રૂપાલી ગાંગુલીએ પોતે વીડિયો શેર કરીને બધાની સાથે પોતાની ખુશી શેર કરી છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રીએ મર્સિડીઝ બેન્ઝ GLE 300D કાર ખરીદી છે. તે મળ્યા પછી તેની ખુશીનો કોઈ પાર નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે કંપનીએ તેની કાર પણ ભવ્ય રીતે રૂપાલીને સોંપી છે. શોરૂમમાં રૂપાલીના અનુપમા પાત્રની ઘણી તસવીરો જોવા મળી હતી. આ સાથે તેણે પતિ અને પુત્ર સાથે કેક પણ કાપી હતી.

રૂપાલીની કારની કિંમત

અનુપમાની નવી લક્ઝરી કાર ‘Mercedes-Benz GLE 300D’ની ચોક્કસ કિંમતની માહિતી હજુ સુધી મળી નથી પરંતુ જો સમાચારનું માનીએ તો ઓન-રોડ અને તમામ સુવિધાઓ સાથેની આ કારની કિંમત 87 લાખથી 1.05 કરોડની વચ્ચે છે. Mercedes-Benz GLE 300d આ કિંમત શ્રેણીમાં સૌથી વધુ પસંદ કરાયેલી કાર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">