
ટીવીની મશહુર અભિનેત્રી અંકિતા લોખંડે અને તેના પતિ વિક્કી જૈન હાલમાં કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ 17ને લઈને ચર્ચામાં છે. હાલમાં શોમાં અંકિતા લોખંડે હંમેશા તેના એક્સ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપુતને યાદ કરતી જોવા મળતી હોય છે. હાલમાં બિગ બોસના ગાર્ડન એરિયામાં બેસી અંકિતાએ મુનવ્વર ફારુકી સામે સુશાંત સિંહ રાજપુતની સાથે દિશા સાલિયાન વિશે પણ વાત થઈ હતી. આ વાતચીત દરમિયાન અંકિતાએ દિશાને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, તે સુશાંતની મેનેજર ન હતી.
અંકિતા મુનવ્વરને એ કહતી જોવા મળી હતી કે, તેમણે એક સમયે લોકોને સોશિયલ મીડિયા પર બ્લોક કરી હતી. કારણ કે, કેટલાક લોકો તેને ખુબ ટ્રોલ કરી રહ્યા હતા. અંકિતા બોલી સુશાંત સાથે મારી પર પણ ખુબ મેણાટોણા મારતા હતા. જેમ કે હું તો તેની જીંદગીમાં કાંઈ હતી જ નહિ. અંકિતાની વાત સાંભળી મુનવ્વરે તેમણે પુછયું કે, સુશાંત સિંહ રાજપુતના મૃત્યુના કેટલાક દિવસ બાદ તેના મેનેજરનું મૃત્યું થયું હતુ. અંકિતા તરત જ બોલી મુનવ્વરને યોગ્ય રીતે કહ્યું નહિ તેના મૃત્યુ પહેલા મેનેજરનું મૃત્યું થયું હતુ.
Promo #BiggBoss17 Nominations me bawaal, #MunawaraFaruqui vs Arun aur #AbhishekKumar Vs Isha samarth pic.twitter.com/Ef4Doi2cMq
— The Khabri (@TheKhabriTweets) January 1, 2024
અંકિતાએ આગળ કહ્યું, “તે (દિશા) તેની મેનેજર નહોતી. તેણે (દિશા) તેને (સુશાંત) પાંચ-છ દિવસ પહેલા અથવા બે અઠવાડિયા માટે મેનેજ કર્યો હતો. પરંતુ તે મેનેજર ન હતી. ઘણી બધી ખીચડી એટલે કે વાતો કરવામાં આવી હતી” અંકિતાની વાત સાંભળીને મુનવ્વરે કહ્યું કે આવું જ થાય છે. લોકો લિંક્સ ઉમેરે છે. લોકો ઇન્ટરનેટ પર ડિટેક્ટીવ બની જાય છે અને પોતે જ લિંક્સ ઉમેરવાનું શરૂ કરે છે. અંકિતાના મોઢામાંથી નીકળેલું આ નિવેદન મોટું છે કારણ કે અત્યાર સુધી લોકો દિશાને સુશાંતની મેનેજર માનતા હતા.
આ દરમિયાન અંકિતાએ એ પણ કહ્યું કે, 26 ફ્રેબુઆરી 2016ના રોજ સુશાંત સિંહ રાજપુતથી અલગ થઈ હતી. બંન્ને પવિત્ર રિશ્તાના સેટ પર પર પહેલી વખત મળ્યા હતા અને શૂટિંગ શરુ થતાં પહેલા એક મહિનાએ એકબીજાને ડેટ કરવાનું શરુ કર્યું હતુ. બંન્નેનો સંબંધ 7 વર્ષ સુધી ચાલ્યો હતો.