અભિનેતાની અંતિમયાત્રા: સિદ્ધાર્થના મૃતદેહને લઈને ઓશિવરા સ્મશાન ભૂમિ પહોંચી એમ્બ્યુલન્સ, અંતિમ વિધિ થઈ શરૂ

સિદ્ધાર્થ શુક્લાના મૃતદેહને લઈને એમ્બ્યુલન્સ ઓશિવરા સ્મશાનગૃહમાં પહોંચી. ઓશિવરા સ્મશાનગૃહમાં અંતિમ શ્રદ્ધાંજલિ આપીને સ્નેહીજનો સિદ્ધાર્થને શ્રદ્ધાંજલિ આપશે.

સિદ્ધાર્થ શુક્લાના મોત બાદ મનોરંજન જગતમાં શોકનો માહોલ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ એમ્બ્યુલન્સ કૂપર હોસ્પિટલ પહોંચી હતી. આ એમ્બ્યુલન્સને ફૂલોથી સજાવવામાં આવી હતી. અપડેટ પ્રમાણે હમણા જ એમ્બ્યુલન્સ ઓશિવરા સ્મશાનગૃહમાં પહોંચી છે. ઓશિવરા સ્મશાનગૃહમાં અંતિમ શ્રદ્ધાંજલિ આપીને સ્નેહીજનો સિદ્ધાર્થને શ્રદ્ધાંજલિ આપશે. અભિનેતાની અંતિમ વિધિની શરુ થઇ ગઈ છે.

આ સાથે જ પરિવાર જનો અને સ્નેહીજનો પણ સિદ્ધાર્થને વિદાય આપવા પહોંચ્યા છે. અભિનેતાની માતા અને પરિવારના સદસ્યો સિવાય સિદ્ધાર્થના નજીકના મિત્ર શહેનાઝ ગિલ, જય ભાનુશાળી અને માહી ઓશિવારા સ્મશાનગૃહ પહોંચ્યા તેમજ રાહુલ મહાજન અને કારણવીર પણ ત્યાં હાજર છે.

 

શહનાઝ સિદ્ધાર્થની સૌથી નજીક હતી, આવી સ્થિતિમાં અભિનેતાના ગયા પછી તેની હાલત ખરાબ થઈ ગઈ છે. સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર પહેલા જ શહનાઝના ફોટા સામે આવ્યા છે, જેમાં તે ખૂબ જ રડતી જોવા મળી રહી છે. શહનાઝના આ ફોટા ચાહકોની આંખો પણ ભીની કરી દે એવા છે. શહેનાઝનું દુઃખ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે.

Latest Photos Shahnaz Gill reached the last darshan of Sidharth Shukla

Latest Photos Shahnaz Gill reached the last darshan of Sidharth Shukla

 

આ પણ વાંચો: Video: જ્યારે બિગ બોસમાં સલમાને ઉડાવી હતી સિદ્ધાર્થના મૃત્યુની મજાક, વિડીયો વાયરલ થયા ફેન્સમાં ગુસ્સો

આ પણ વાંચો: Breaking: સિદ્ધાર્થ શુક્લાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર ડોક્ટર્સ વચ્ચે મતભેદ, જાણો શું આવ્યો રિપોર્ટ

Click on your DTH Provider to Add TV9 Gujarati