
બિગ બોસ 19ના અપકમિંગ નોમિનેશ ટાસ્કમાં ઘરમાં તમામ સ્પર્ધકો વચ્ચે ખતરનાક ઝઘડો જોવા મળ્યો હતો કારણ કે, અમાલ મલિક અને અભિષેક બજાજમાં ફરી એક વખત લડાઈ જોવા મળી હતી. નોમિનેશન ટાસ્કમાં થયેલી લડાઈ બાદ સભ્યોમાં તણાવ વધી ગયો છે. બંન્ને અનેક વખત આમને-સામને આવી ચૂક્યા છે. હવે ફરી એક વખત ઘર યુદ્ધના મેદાનમાં ફેરવાયું છે. આટલું જ નહી માલતી ચહર અને મૃદુલ તિવારી વચ્ચે પણ લડાઈ જોવા મળી હતી. બીજી બાજુ ગૌરવ ખન્ના અને બસીલ અલીમાં પણ હાથાપાય થઈ છે. સોશિયલ મીડિયા પર બિગ બોસ સીઝન 19નો આ નવો પ્રોમો વાયરલ થઈ રહ્યો છે.
પ્રોમોની શરુઆત બિગ બોસના અવાજ સાથે થાય છે. નોમિનેશનમાં આમ સૌનું સ્વાગત છે. બિગ બોસના ઘરમાં પાણી પુરીનો સ્ટોર રાખવામાં આવે છે. જેમાં સ્પર્ધકો અન્ય સ્પર્ધકને પાણી પુરી ખવડાવી નોમિનેશન આપે છે. આ દરમિયાન કુનિકા સદાનંદ કહે છે અક્કડ બક્કડ બંબે બો. ત્યારબાદ માલતી ચહર , મૃદુલ તિવારીને કહે છે ગંદ કર રહા હૈ તુ, જેના પર ગુસ્સામાં મૃદુલ જવાબ આપે છે. તુ ખુબ ગંદી છે.
નીલમને નોમિનેશન કર્યા બાદ પ્રણિત મોરે કહે છે. ચાદરમાં જઈને તો ખટપટ્ટ ન કર. આ સાંભળી નીલમ ગુસ્સે થાય છે. કલર્સ ચેનેલને આ વીડિયોનો પ્રોમો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે. પાણી પુરી ટાસ્કની સાથે નોમિનેશ બન્યું અને ચટપટા જોઈએ કોણ છે નોમિનેટ
જ્યારે અમાલ અભિષેકને પાણીપુરી આપે છે ત્યારે તણાવ વધી જાય છે, પરંતુ સિંગરનો ગુસ્સો જોઈ ભડકી જાય છે. તેનું કારણ સમજાવતા અમાલ કહે છે, “તે ઘરની બધી ગંદી વસ્તુઓ ખાય છે, તેથી તેણે આ પણ ખાવી જોઈએ.” ગુસ્સામાં તેને પાણીપુરી ખવડાવતાની સાથે જ તે બૂમ પાડે છે, “મેં તને માર્યો નથી.” આનાથી અભિષેક ગુસ્સે થાય છે અને તે પૂછે છે, “તમે તેના ચહેરાને કેમ સ્પર્શ કર્યો?” ઝઘડો રોકવા માટે, બસીર અલી વચ્ચે આવે છે અને કહે છે, “તું તેને કેમ ધક્કો મારી રહ્યો છે? ત્યાં જઈને બેઠો, મૂર્ખ.” આ સાંભળીને, ગૌરવ ખન્ના પણ બસીર અલી સાથે ઝઘડો કરવા લાગે છે.