મયુર વાકાણી બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આ મોટા કલાકાર કોરોના પોઝિટિવ

તાજેતરમાં મયુર વાકાણી કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક બીજા મોટા કલાકારને પણ કોરોના થયો છે.

મયુર વાકાણી બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આ મોટા કલાકાર કોરોના પોઝિટિવ
ભીડેનો રોલ ભજવનાર એક્ટર કોરોના પોઝિટિવ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 20, 2021 | 10:30 AM

એક તરફ લોકો કોવિડ વેક્સિન લગાવીને પોતાને સુરક્ષિત કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોવિડના કેસ પણ વધી રહ્યા છે. સમયાંતરે ઘણા સેલેબ્સ કોવિડનો શિકાર બન્યા છે અને હવે આ સૂચિમાં તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં ભીડેની ભૂમિકા નિભાવનાર મંદાર ચાંદવાકરનું નામ પણ જોડાઈ ગયું છે. મંદારે પોતે આ સમાચારની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે, કોવિડના લક્ષણો લાગતાની સાથે જ તેણે કોવિડ પરીક્ષણ કરાવી લીધું અને તેનો રીપોર્ટ સકારાત્મક આવ્યો.

ઇ-ટાઇમ્સ સાથે વાત કરતાં મંદારે કહ્યું હતું કે, “મને પહેલા શરદી થઇ, પણ પછી હું સાજો થઈ ગયો. આ બાદ મને સ્મેલનો અનુભવ થઇ રહ્યો ન હતો આ કારણે મેં પરીક્ષણ કરાવ્યું. રિપોર્ટ આવ્યા પછી મને ખબર પડી કે હું કોવિડ પોઝિટિવ છું. અહેવાલ મળ્યા બાદ મેં તુરંત તારક મહેતાની ટીમને જાણ કરી અને કહ્યું કે હવે હું શુટ પર ત્યારે જ આવીશ જ્યારે હું સંપૂર્ણ સ્વસ્થ થઈશ.’

મંદારે વધુમાં કહ્યું, ‘મેં સોનાલિકા અને પલકને પણ પરીક્ષણ કરવા કહ્યું. સારું છે તેમનો રીપોર્ટ નકારાત્મક હતો.’ તમને જણાવી દઈએ કે તાજેતરમાં શોમાં દયાબેનના ભાઈ સુંદરનું પાત્ર નિભાવનારા મયુર વાકાણીને પણ કોરોના પોઝિટિવ આવી ચુક્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

એક ઓનલાઈન પોર્ટલ સાથે મયુરની પત્ની હેમાલીએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મયુરે તારક મેહતાના કેટલાક એપિસોડ મુંબઈમાં શૂટ કર્યા હતા અને બાદમાં તેઓ 7 માર્ચે પાછા આવી ગયા હતા. તેના કેટલાક દિવસો બાદ તેમનામાં કોરોનાના લક્ષણ દેખાયા, શરૂઆતમાં અમને લાગ્યું કે શૂટિંગના કારણે આ થાકનો અનુભવ થઇ રહ્યો છે. પરંતુ જ્યારે તેમનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે 11 માર્ચે તેમને અમદાવાદની હોસ્પિટલમાં ભરતી કરાયા.

શોના 2 કલાકારના રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ટીમ હવે સતર્ક થઇ ગઈ છે, સેટ પર સાવધાની રાખવામાં આવી રહી છે. જાહેર છે કે દેશમાં અને દુનિયામાં હવે કોરોનાએ માથું ઉચક્યું છે. ત્યારે ફિલ્મી અને ટીવીના કલાકારો પણ સંક્રમિત થઇ રહ્યા છે. જેમાં ઘણા નામ સામે આવ્યા છે. પરંતુ તારક મહેતાના સેટ પર હવે વધુ સાવધાની રાખવામાં આવી રહી છે. ટીમના બે સભ્યો સંક્રમિત થવાના કારણે અન્ય મેમ્બર્સમાં પણ ચિંતાનો માહોલ છે. આવામાં સાવધાની રાખવી ખુબ જરૂરી બની જાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">