Taarak Mehta Ka Ooltah Chashmah: ફેન્સ માટે મોટા સમાચાર, સિરિયલે રચ્યો નવો ઇતિહાસ

Taarak Mehta Ka Ooltah Chashmah: ફેન્સ માટે મોટા સમાચાર, સિરિયલે રચ્યો નવો ઇતિહાસ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

Taarak Mehta Ka Ooltah Chashmah ના ફેન્સ તેમજ ટીમ માટે ખુબ મોટા સમાચાર આવ્યા છે. આ શોએ ફરી એક વાર નવો ઈતિહાસ રચી દીધો છે.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Jul 07, 2021 | 9:07 AM

ટેલિવિઝન જગતનો સૌથી લોક્પ્રોય શો એટલે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં'(Taarak Mehta Ka Ooltah Chashmah). આ શોના ચાહકો માટે એક મોટી ખુશખબર છે. જી હા આ શોએ એક નવો ઈતિહાસ બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે 1 જુલાઈ 2021ના રોજ આ શોએ 3200 હેપ્પીસોડ્સ (3200 Happysodes) પુરા કરીને નવો વિક્રમ સર્જ્યો છે. 13 વર્ષથી આ શો લોકોનું ભરપુર મનોરંજન કરે છે. આ શો હવે દર્શકોના પરિવારનો જ ભાગ બની ગયો છે.

તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં શરૂઆતથી લઈને અત્યાર સુધી ઘણા બદલાવ આવ્યા છે. ઘણા એક્ટર્સ પણ આ શોમાં બદલાયા છે. વાત કરીએ 13 વર્ષ પહેલાની તો 28 જુલાઈ 2008 નો એ દિવસ હતો જ્યારે આ સિરિયલ પહેલીવાર ટીવી પર આવી. એ સમયે નાના બાળકોથી લઈને મોટા વડીલ સુધી દરેક આ શોના ચાહક બની ગયા હતા. એક વર્ગ તો એવો છે જેમણે આ શો જોતા જોતા બાળપણથી જવાનીમાં પ્રવેશ મેળવ્યો. તેમ છતાં આ શો જોવાનો નથી છોડ્યો.

ગોકુલધામના લોકોને હવે દર્શકો પોતાના જ પરિવારનો એક ભાગ માને છે. જી હા એ પછી જેઠાલાલ હોય કે નટુકાકા, આત્મારામ ભિડે કે તારક મહેતા, કે પછી માધવી ભાભી, બબીતા જી કે પછી ટપુ સેના હોય. દરેકને દર્શકોએ સરખો પ્રેમ આપ્યો છે. માધ્યમ વર્ગની સમસ્યાઓ અને તેની વાર્તાઓ પર બનતો શો માધ્યમ વર્ગના ઘરોમાં ખાસ જોવાતો હોય છે.

શોના અંદરના પાત્રોની વાત કરીએ તો આ શોમાં ગોકુલધામ સોસાયટીમાં સૌ હળીમળીને રહે છે. આ શોની ગોકુલધામ સોસાયટીને મીની ઇન્ડિયા કહેવામાં આવે છે. આ શો વિશે વાત કરતા અસિત કુમાર મોદીએ કહ્યું કે ગયા વર્ષથી આવેલા કોરોનાના કારણે શોની શૂટિંગમાં ઘણી તકલીફો પડી. અમારી ટીમે ઘણા ઉતાર ચડાવ જોયા છે. પરંતુ કલાકાર અને અન્ય મેમ્બરની નિષ્ઠાથી અમે આ પડાવે પહોંચ્યા છીએ. તારક મહેતા શોની ટીમ વતી આટલો પ્રેમ અને સહયોગ આપવા બદલ હું સૌને થેંક્યું કહું છું.

અસિત મોદીએ કહ્યું કે ફેન્સનો પ્રેમ જ અમને આગળ શો બનાવવા પ્રેરણા આપે છે. જે અમારા દર્શકોના જીવનમાં હાસ્ય, ખુશી અને સકારાત્મકતા લાવે. તારક મહેતાના 3200 એપિસોડ થવા પર એક બહુ મોટા ફેને શોને ખાસ ભેટ આપી છે. આ ફેન એક શિલ્પકાર છે.

આ પ્રતિભાશાળી કારીગરે તારક મહેતાની ટીમને એક સુંદર સ્મૃતિચિત્ર ભેટ આપ્યું છે. આ કલાકારે બોટલની અંદર કુશળ રીતે ગોકુલધામ પરિવારની ફોટો ફ્રેમ બનાવીને અસિત કુમાર મોદીને ભેટ આપી છે. એટલું જ નહીં, તેમણે ભગવાન શ્રી ગણેશ અને હનુમાનજીની મૂર્તિઓને ટીમને ભેટ આપી છે.

આ પણ વાંચો: Dilip Kumar Death: દિલીપ કુમારના સંઘર્ષની આ વાતો સદીઓ સુધી વિશ્વ યાદ રાખશે

આ પણ વાંચો: Dilip Kumar Death: દિલીપકુમારનુ અંગત જીવન પણ હતુ ચર્ચામાં, મધુબાલાને બદલે વીસ વર્ષ નાની સાયરાબાનુ સાથે કર્યા હતા લગ્ન

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati