Tarak Mehta ka Ooltah Chashmaના નટુ કાકા પહોંચ્યા અંબાજી, કેન્સરને માત આપી પૂરી કરી બાધા

Tarak Mehta ka Ooltah Chashma ની ટીમનાં નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક સ્વસ્થ થઈ અંબાજી પહોચ્યા. તેઓએ કેન્સર સામેની લડાઈ જીતી

Tarak Mehta ka Ooltah Chashmaના નટુ કાકા પહોંચ્યા અંબાજી, કેન્સરને માત આપી પૂરી કરી બાધા
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Mar 13, 2021 | 7:06 PM

Tarak Mehta ka Ooltah Chashma ની ટીમનાં નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક સ્વસ્થ થઈ અંબાજી પહોચ્યા. તેઓએ કેન્સર સામેની લડાઈ જીતી આજે માતાજીની બાધા પુરી કરી હતી. નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક આજે યાત્રાધામ અંબાજી ખાતે પહોચ્યા આવ્યાં હતાં. તેમની કેન્સરની ગાંઠની સર્જરી બાદ આવ્યાં હતાં. આજે તેઓ અંબાજી પહોચી માં અંબાના દર્શને પહોચ્યા હતાં. જ્યાં સૌ પ્રથમ મંદિરના વહીવટદારની શુભેચ્છા મુલાકાત કરી હતી અને ત્યાર બાદ માં અંબાના દર્શને પહોચ્યા હતા. અને પુજારી દ્વારા કુમકુમ તિલક કરી માતાજીની ચુંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા. ત્યાર બાદ માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી હતી અંબાજી પહોંચેલા નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકે જણાવ્યુ હતુ કે પોતાને કેન્સરના રોગમાંથી મુક્તિ મળતા તેઓ પોતાની રાખેલી બાધા પુરી કરવા આજે અંબાજી દર્શને આવ્યા છે. એટલુ જ નહી કોરોના કાળમાં નટુકાકાએ લોકોને કોરોનામાં ખાસ કાળજી રાખવા માટે જણાવ્યું હતું એટલું જ નહીં તેમણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે રસી લેવા લોકોને અનુરોધ કર્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">