Taapsee Pannu ક્રિકેટર Mithali Raj માટે મીડિયા હાઉસ સાથે ટકરાઈ, જાણો શું હતી વાત

તાપસીએ સોશિયલ મીડિયા પર મિતાલી રાજ વિશે ખોટી માહિતી શેર કરવા બદલ ગુસ્સે થઈ હતી અને તેમણે ટ્વિટર પર નારાજગી વ્યક્ત કરી હતી

Taapsee Pannu ક્રિકેટર Mithali Raj માટે મીડિયા હાઉસ સાથે ટકરાઈ, જાણો શું હતી વાત
Taapsee Pannu
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 11, 2021 | 7:43 AM

રમતગમતની દુનિયાના ઘણા સ્ટાર્સ પર બાયોપિક ફિલ્મો બની છે. બોક્સીંગ સ્ટાર એમસી મેરીકોન, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, મોહમ્મદ અઝરુદ્દીન અને હોકી ખેલાડી સંદીપ શર્મા પર બનેલી બાયોપિક મોટી સફળ રહી હતી. તે જ સમયે, બાયોપિક બેડમિંટન સ્ટાર સાઇના નેહવાલ અને ભારતીય કેપ્ટન મિતાલી રાજ પર પણ બનાવવામાં આવી રહી છે. મિતાલી રાજ પર બની રહેલી ફિલ્મ શાબાશ મીઠુમાં અભિનેત્રી તાપસી પન્નુ મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. તાજેતરમાં, તાપસી સોશિયલ મીડિયા પર મિતાલી રાજ વિશે ખોટી માહિતી શેર કરવા બદલ ગુસ્સે થઈ હતી અને તેમણે ટ્વિટર પર નારાજગી વ્યક્ત કરી હતી

તાપસી મિતાલી રાજની ભૂમિકાને કારણે ચર્ચામાં છે. તે મિતાલી જેવી લાગવા અને તેના જેવી બનવા માટે જોરદાર તાલીમ લઈ રહી છે, જેના વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરે છે. અભિનેત્રીની જેમ તેના ચાહકો પણ આ ફિલ્મ વિશે રોમાંચિત છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તાપસીની તાલીમનો આ પ્રકારનો એક વીડિયો મીડિયા હાઉસ દ્વારા તેના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોને શેર કરતી વખતે કેપ્શનમાં તેણે મિતાલી રાજને ‘ફોર્મર’ એટલે કે ભૂતપૂર્વ ક્રિકેટર તરીકે લખ્યું હતું. એટલે કે જેને ક્રિકેટમાંથી નિવૃત્તી લઈ લીધી છે. તાપસીને તેના વિશે ખરાબ લાગ્યું અને તાપસીએ ટ્વીટમાં લખ્યું છે, ‘શું તમને ખ્યાલ છે કે મિતાલી રાજ હજી વર્લ્ડ કપ માટે જઇ રહેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન છે. આ કારણોસર, આ ફિલ્મ બનાવવી મહત્વપૂર્ણ છે. પૂર્વ !!!. ‘

તાપસી પન્નુ મિતાલીની ભૂમિકા માટે સખત મહેનત કરી રહી છે તાપસી પન્નુને હાલમાં મિતાલી રાજની મિત્ર અને પૂર્વ ક્રિકેટર નૂશીન અલ ખાદીર કોચિંગ આપી રહી છે. તાપસી પન્નુએ કહ્યું હતું કે ‘મેં આ પહેલા ક્યારેય ક્રિકેટ રમ્યું નથી, તે આ રમતની ચાહક છે. આ ભૂમિકા એક મોટો પડકાર બની રહેલ છે. પરંતુ મને લાગે છે કે દબાણ મને શ્રેષ્ઠ કામ કરવા માટે પ્રેરે છે. ”મિતાલી રાજ ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ભારત 2017 માં વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું હતું.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">