‘હસીન દિલરુબા’ને લઈને તાપસીએ કર્યો ખુલાસો, કહ્યું- બધાને રિજેક્ટ કર્યા બાદ આ પ્રોજેક્ટ મને ઓફર થયો

'હસીન દિલરુબા'ને લઈને તાપસીએ કર્યો ખુલાસો, કહ્યું- બધાને રિજેક્ટ કર્યા બાદ આ પ્રોજેક્ટ મને ઓફર થયો
Taapsee Pannu

તાપસી પન્નુએ તેની ફિલ્મો દ્વારા બતાવ્યું છે કે તે કેટલી વર્સટાઈલ અભિનેત્રી છે. તેની ફિલ્મો ઉપરાંત અભિનેત્રી તેના બિન્દાસ અંદાજ માટે પણ જાણીતી છે. અભિનેત્રીએ તાજેતરમાં જણાવ્યું કે કેવી રીતે હસીન દિલરૂબા તેને ઓફર કરવામાં આવી હતી.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Dec 28, 2021 | 6:22 PM

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ (Taapsee Pannu) આ વર્ષે ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાંથી હસીન દિલરૂબા (Haseen Dillruba) અભિનેત્રીના સૌથી ચર્ચિત પ્રોજેક્ટ્સમાંની એક છે. તેણે રોમેન્ટિક મિસ્ટ્રી થ્રિલરમાં વિક્રાંત મેસી (vikrant messy) સાથે અભિનય કર્યો છે. જોકે લેખિકા કનિકા ઢિલ્લોન તેની સાથે કામ કરવા માંગતી ન હતી.

અભિનેત્રીએ જણાવ્યું કે જ્યારે બાકીના લોકોએ ના પાડી ત્યારે તેને આ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી. અભિનેત્રીએ એક પ્રખ્યાત ન્યૂઝ એન્કર સાથે રાઉન્ડ ચેટમાં વાતચીત દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. તાપસીએ કહ્યું કે મને આ ફિલ્મની ઓફર ત્યારે કરવામાં આવી જ્યારે અન્ય અભિનેત્રીઓએ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. તેણે વધુમાં કહ્યું કે કનિકા ઈચ્છતી ન હતી કે હું હસીન દિલરૂબામાં કામ કરું કારણ કે મેં આ પ્રકારની ફિલ્મ ‘બદલા’માં પહેલા કામ કર્યું હતું.

તાપસીએ કહ્યું “સમગ્ર નેરેશન દરમિયાન, હું હસતી હતી અને તેમની સામે જોઈ રહી હતી. તમે પહેલા મારી પાસે આવ્યા નથી. હું ખરેખર આ પ્રોજેક્ટ કરવા માંગતી હતી. હું કદાચ આ માટે પહેલી, બીજી કે ત્રીજી પસંદગી ન હતી. આ ઓફર મારી પાસે ત્યારે આવી જ્યારે બીજા બધાએ તેને કરવાની ના પાડી. હું આ પ્રોજેક્ટથી ખૂબ ખુશ હતી કારણ કે આ હું કરવા માંગતી હતી. મેં જ્યારે આ પ્રોજેક્ટ વિશે સાંભળ્યુ તો હુ સમજી ન શકી કે કોઈ આવા પ્રોજેક્ટને કઈ રીતે ના કહી શકે છે.

જ્યારે રવિના ટંડન અને કોંકણા સેન શર્માએ એકબીજાને પૂછ્યું કે શા માટે કોઈ તેને ના કહેશે? તાપસીએ જવાબ આપ્યો કે હું તમને કારણ કહી શકું છું કે અન્ય લોકોએ તેને કેમ બોલાવ્યો નથી. તે એક ગ્રે કેરેક્ટર છે અને મહિલાઓ આવા રોલ કરવા નથી માંગતી અથવા તો હિરો કોણ છે? તેણે વધુમાં કહ્યું કે આ પાત્ર હસીન દિલરૂબાનું હતું. મને એ વાતથી ફરક નથી પડતો કે હિરો કોણ છે જેના કારણે અન્ય લોકોએ ફિલ્મને ના કહી. મેં આ પ્રોજેક્ટ માટે ભગવાનનો આભાર માન્યો.

આ પણ વાંચો –ચૂંટણી ફરજમાં રોકાયેલા લોકોને પણ ફ્રન્ટલાઈન વર્કર્સની શ્રેણીમાં સામેલ કરવામાં આવશે, રસીકરણની ઝડપ વધારવા કેન્દ્રની સૂચના

આ પણ વાંચો –Success Story: 14 વર્ષની ઉંમરે થયા લગ્ન, બે બાળકો અને પરિવારની સંભાળ રાખતા એન અંબિકા બન્યા IPS ઓફિસર

આ પણ વાંચો –Vadodara: લો બોલો! “કોરોનાથી બચવા માસ્ક પહેરો”, માસ્ક પહેર્યા વગર ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની લોકોને સલાહ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati