સુશાંત સિંહ રાજપૂતને મળ્યો નેશનલ એવોર્ડ તો ભાવુક થઈ ગયા પિતા, કહી આ મોટી વાત

સુશાંત સિંહ રાજપૂતને ફીમ છિછોરે માટે બેસ્ટ એક્ટરનો નેશનલ અવોર્ડ મળ્યો છે. આ બાદ તેના પિતા ભાવુક થઇ ગયા હતા અને આ અવોર્ડને ગર્વની વાત કહી હતી.

સુશાંત સિંહ રાજપૂતને મળ્યો નેશનલ એવોર્ડ તો ભાવુક થઈ ગયા પિતા, કહી આ મોટી વાત
સુશાંતના પિતાએ કહી આ વાત
Follow Us:
| Updated on: Mar 23, 2021 | 4:54 PM

67 માં રાષ્ટ્રીય એવોર્ડની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી છે. આવી સ્થિતિમાં દિવંગ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ છિછોરેને 67 માં રાષ્ટ્રીય પુરસ્કારોમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો. સુશાંતની ફિલ્મને એવોર્ડ મળ્યા બાદ બધા તેને ફરી એકવાર યાદ કરી રહ્યા છે. સુશાંતની આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળતાં ફેન્સમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અભિનેતાના પિતા પણ તેનાથી ખૂબ ખુશ છે અને તેમને તેમના પુત્ર પર ગર્વ થઇ રહ્યો છે.

દિવંગત સુશાંત સિંહ રાજપૂતની આ ફિલ્મ સિનેમાઘરોમાં રજૂ થયેલી તેની છેલ્લી ફિલ્મ હતી. છિછોરેને શ્રેષ્ઠ ફિલ્મ માટે 2019 નો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને તેના અભિનયને પણ ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

સુશાંતના પિતા એ શું કહ્યું

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

સુશાંતના પિતાએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે “સુશાંતને આજે જે સન્માન મળ્યું છે તે તેના લાયક હતો. તેમનામાં એક જુસ્સો હતો. અમને વિશ્વાસ હતો કે એક દિવસ તે ચોક્કસપણે પરિવાર અને દેશનું નામ રોશન કરશે.” અભિનેતાના પિતાનું કહેવું છે કે જ્યારે તેણે છિછોરે જોઈ ત્યારે તે સુશાંતના અભિનયના દિવાના થઈ ગયા હતા. તેના પિતાએ કહ્યું કે “એમએસ ધોની પછી જ મેં કહ્યું હતું કે હવે મારો પુત્ર સુપર સ્ટાર બની ગયો છે.”

તેમના પિતાએ મોટી વાત કરતા કહ્યું કે “તે સમયે સુશાંતને એમએસ ધોની માટે એવોર્ડ મળવો જોઈતો હતો. મારા પુત્રની અંદર ક્ષમતા અને જુસ્સો હતો. જો તે આજે આપણી વચ્ચે હોત, તો હું દોડીને તેને ગળે લગાવી શક્યો હોત.” તેઓ એ કહ્યું કે “શરૂઆતમાં હું સુશાંતના અભિનયની વિરુદ્ધ હતો.” તેમનું કહેવું છે કે તેનો પુત્ર ક્યારે ગુલશનથી સુશાંત સિંહ રાજપૂત બન્યો ખબર જ નહોતી પડી. “આજે મને તેના માટે ગર્વ છે પરંતુ દુખ છે કે આજે તે આપણી સાથે નથી.” સુશાંતના પિતા તેને યાદ કરતા કરતા ભાવુક થઇ ગયા હતા.

સુશાંતને અવોર્ડ મળતા તેના ફેન્સ સોશિયલ મીડિયામાં અભિનેતાને યાદ કરી રહ્યા છે. ફેન્સમાં ખુશીની લહેર સાથે સુશાંતના ના હોવાનું દુખ પણ દેખાઈ રહ્યું છે. ફેન્સ ખુશી સાથે દુખ પણ વ્યક્ત કરી રહ્યા છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">