Super Dancer Chapter 4 : ડ્રીમગર્લ હેમા માલિનીને પ્રભાવિત કરવાનો સ્પર્ધકો કરશે પુરો પ્રયાસ, જુઓ Video

સુપર ડાન્સર ચેપ્ટર 4 ટૂંક સમયમાં તેની યાત્રા સમાપ્ત કરવા જઈ રહ્યું છે. હાલમાં, આ શોને તેના ટોચના 7 સ્પર્ધકો મળ્યા છે અને આ શોનો ગ્રાન્ડ ફિનાલે 9 ઓક્ટોબરે યોજનાર છે.

Super Dancer Chapter 4 : ડ્રીમગર્લ હેમા માલિનીને પ્રભાવિત કરવાનો સ્પર્ધકો કરશે પુરો પ્રયાસ, જુઓ Video
Super Dancer Chapter 4
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 7:46 PM

સોની ટીવી (Sony Tv) ના ડાન્સિંગ રિયાલિટી શો (Dancing Reality Show) સુપર ડાન્સર ચેપ્ટર 4 (Super Dancer Chapter 4) માં આજે ડ્રીમ ગર્લ હેમા માલિની (Dream Girl Hema Malini) દેખાવા જઈ રહ્યા છે. શોના જજ અનુરાગ બાસુ (Anurag Basu), શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને ગીતા કપૂર (Geeta Kapoor) સાથે મળીને, બોલિવૂડની આ સુંદર અભિનેત્રી તમામ સ્પર્ધકો માટે ઉત્સાહ જ નહીં પરંતુ દર્શકોને સુપર ડાન્સર ચેમ્પિયનશિપ ટ્રોફીની ઝલક પણ બતાવશે.

એટલું જ નહીં, હેમા માલિની સ્પર્ધકો અને જજો સાથે સુપર ડાન્સરના મંચ પર ડાન્સ પરફોર્મન્સ પણ આપશે. તો ચાલો આજે સુપર ડાન્સરના સ્ટેજ પરના કેટલાક પ્રદર્શન પર એક નજર કરીએ.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

પરી અને સૌમિત

સુપર ડાન્સરના સ્પર્ધકો પરી (Pari Tamang) અને સૌમિત (Soumit Burman) આજના એપિસોડમાં તેમના સુપર ગુરુ વગર કપલ ડાન્સ સ્ટેજ પર રજૂ કરશે. આ બંને હેમા માલિનીના ગીત પર પરફોર્મ કરતા જોવા મળશે. ‘હવા કે સંગ સંગ’ ગીત પર તેમનું પ્રદર્શન તમામ જજોને પ્રભાવિત કરશે. હેમા માલિનીને તેમની વચ્ચેનો સમન્વય ગમશે અને તે આ ડાન્સને માઈન્ડ બ્લોઈંગ કહેશે. તેને આ પ્રદર્શન માટે સ્ટેન્ડિંગ ઓવેશન પણ મળશે.

ઈશા અને સુપર ગુરુ સોનાલી

સ્પર્ધક ઈશા (Esha) અને તેની સુપર ગુરુ સોનાલી (Super Guru Sonali) ના ફેન્ટાસ્ટિક મૂવ્સ સ્ટેજ પર ધમાલ મચાવતા જોવા મળશે. આ પર્ફોર્મન્સ જોઈને હેમા માલિની તે બંનેના ખૂબ વખાણ કરશે. તે કહેશે કે ઈશા અને તેની કોરિયોગ્રાફર સોનાલીએ સ્ટેજ પર એટલું શાનદાર પરફોર્મન્સ આપ્યું છે કે તે બંને એક પણ બીટ ચૂકી ન હતી. ખુબ જ પરફેક્ટ રીતે બંનેએ આ ડાન્સ કર્યો હતો. તેના આ અદ્ભુત અભિનયથી ડ્રીમ ગર્લ હેમા માલિની ભાવુક બની જશે. એટલું જ નહીં, તેઓ ઈશાને નવરસ ચેલેન્જ પણ આપશે. આ નવરસ ચેલેન્જમાં ઈશા અલગ અલગ હાવભાવથી જજોનું દિલ જીતવાનો પ્રયત્ન કરશે.

તુષાર અને ફ્લોરિના

ફ્લોરિના (Florina Gogoi) અને તેના સુપર ગુરુ તુષાર શેટ્ટી (Tushar Shetty) આજે સુપર ડાન્સરના મંચ પર ‘જિંદગી એક સફર હૈ સુહાના’ ગીત પર એક મનોરંજક પરફોર્મેન્સ રજૂ કરતા જોવા મળશે. હેમા માલિની આ બંનેને સુપર્બ કહેશે અને કહેશે કે આ પરફોર્મેન્સ ખૂબ સુંદર હતું. માત્ર હેમા માલિની જ નહીં, શિલ્પા શેટ્ટી અને ગીતા કપૂર પણ ફ્લોરિનાથી પ્રભાવિત થશે. હેમા માલિનીને ફ્લોરિનાના એક્સપ્રેશન્સ એટલા ગમશે કે તે સ્ટેજ પર તેની સાથે ડાન્સ કરતા પણ જોવા મળશે.

આ પણ વાંયો :- Akshay Kumar અને ટ્વિંકલ ખન્નાએ પુત્રી નિતારાના જન્મદિવસ પર શેર કરી ખાસ પોસ્ટ, એકએ લગાવી ગળે બીજાએ કપાળ પર કર્યું કિસ

આ પણ વાંયો :- પોતાની દોઢ વર્ષની પુત્રી સમીશાને Shilpa Shetty કરાવે છે યોગા ! ગીતા કપૂરનો ખુલાસો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">