સની દેઓલનો અલગ અંદાજ! પર્વતોની ટ્રીપ દરમિયાન તેની માતા સાથે મસ્તી કરતા જોવા મળ્યા, Video સોશિયલ મીડિયા પર વાયરલ

તાજેતરમાં સની દેઓલનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સની તેની માતા પ્રકાશ કૌર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા જોવા મળી રહ્યો છે.

સની દેઓલનો અલગ અંદાજ! પર્વતોની ટ્રીપ દરમિયાન તેની માતા સાથે મસ્તી કરતા જોવા મળ્યા, Video સોશિયલ મીડિયા પર વાયરલ
Image Credit : Instagram

Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બનતા હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સની દેઓલ (Sunny Deol) અને તેની માતા પ્રકાશ કૌર પહાડોમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 

સની દેઓલ તેની માતા સાથે મસ્તી કરતા જોવા મળ્યા

પોતાના દમદાર અભિનયથી બોલિવૂડમાં ખાસ ઓળખ બનાવનાર સની દેઓલનો એક વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સની દેઓલ સાથે તેની માતા પ્રકાશ કૌર (Prakash Kaur)પણ જોવા મળી રહી છે.

 

જેમાં તે તેની માતા સાથે પર્વતોમાં બરફથી મસ્તી કરતા જોવા મળે છે. તેમજ તેની માતા પણ સની દેઓલ તરફ બરફ ફેંકતી જોવા મળે છે. આ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. સની દેઓલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ એક્ટિવ છે, તે હંમેશા તેના ચાહકો માટે તસવીર અને વીડિયો શેર કરતા જોવા મળે છે.

 

જુઓ વીડિયો

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol)

 

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ (Instagram) પરથી સની દેઓલે શેર કર્યો છે. સાથે કેપ્શનમાં (Caption) લખવામાં આવ્યુ છે કે આપણે ભલે કેટલા પણ મોટા થઈ જઈએ પણ તેના માટે તો બાળક જ રહીશુ. એક માતા પિતાનો પ્રેમ જ અનમોલ અને સાચો હોય છે.

 

મારી માતા સાથે ફરીથીએ બાળપણને મહેસુસ કર્યુ. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સની દેઓલ ટૂંક સમયમાં આર બાલ્કીની એક થ્રિલર ફિલ્મમાં જોવા મળશે.

 

 

આ પણ વાંચો: Tusshar Kapoor બાથરૂમમાં સેલ્ફી લેવા બદલ થયા ટ્રોલ, યુઝર્સે કહ્યું- વૃદ્ધ થઈ ગયા છો ગુરુ!

 

આ પણ વાંચો: Thalaivii: કંગના રનૌતે 6 મહિનામાં વજન ઘટાડવા- વધારવાનો કર્યો ખુલાસો – ‘કાયમી સ્ટ્રેચ માર્ક્સ આવ્યા છે’

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati