Sunil Shetty એ પ્રોડક્શન હાઉસ સામે ફરિયાદ કરી, ફોટાનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવ્યો

પ્રોડક્શન હાઉસે એક નિવેદન આપ્યું છે અને તેને ભૂલ ગણાવી છે.તેમણે એમ પણ કહ્યું છે કે તે કોઈની પાસેથી પૈસા લેતા નથી.તેમણે એમ પણ કહ્યું હતું કે કોઈએ ફોટો ખેંચી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે.

  • tv9 webdesk40
  • Published On - 15:11 PM, 5 Mar 2021
Sunil Shetty એ પ્રોડક્શન હાઉસ સામે ફરિયાદ કરી, ફોટાનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવ્યો
Sunil Shetty

ફિલ્મ અભિનેતા સુનિલ શેટ્ટીએ એક પ્રોડક્શન કંપની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ફિલ્મ નિર્માણ કંપનીએ તેમની મંજૂરી લીધા વગર ફિલ્મના પોસ્ટરમાં તેમનો ફોટો વાપર્યો હતો.

ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટીએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે હવે તેમણે ફિલ્મ નિર્માણ કંપની બાલાજી મીડિયા ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમણે તેમની પરવાનગી વિના તેમના ફોટાનો દુરૂપયોગ કર્યો છે.

 

 

સુનિલ શેટ્ટીએ દાવો કર્યો હતો કે ફિલ્મ નિર્માણ કંપનીના નિર્માતા એક પોસ્ટર બનાવીને વાઈરલ કરી રહ્યા છે અને તેમના નામે પૈસા પડાવી રહ્યા છે સુનીલ શેટ્ટીએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને કહ્યું છે કે તે સંપૂર્ણ છેતરપિંડી છે આ અંગે વાત કરતા , સુનિલ શેટ્ટીએ કહ્યું, ‘મને ખબર નથી કે આ ફિલ્મ કોની છે અને તે લોકો કોણ છે. મેં કોઈ ફિલ્મ સાઇન કરી નથી. તે મારા નામનો દુરુપયોગ કરીને ફિલ્મનું ફાઇનાન્સ કરવા માગે છે. તે મારી પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડે છે. આને કારણે મેં ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે. ‘

 

 

 

View this post on Instagram

 

A post shared by Suniel Shetty (@suniel.shetty)

 

સુનીલ શેટ્ટી જ નહીં બોબી દેઓલના ફોટાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે પ્રોડક્શન હાઉસે એક નિવેદન આપ્યું છે અને તેમણે ‘ભૂલ’ ગણાવી છે. તેમણે એમ પણ કહ્યું છે કે તે કોઈની પાસેથી પૈસા લેતા નથી.તેમણે એમ પણ કહ્યું હતું. કોઈએ ફોટા બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે, જો કે, તે પોસ્ટને પછી ડિલીટ કરી નાખવામાં આવી હતી. સુનીલ શેટ્ટી એક ફિલ્મ અભિનેતા છે અને તેણે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમની ભૂમિકાઓ ખૂબ પસંદ આવી છે. સુનીલ શેટ્ટીની પુત્રી પણ એક અભિનેત્રી છે.