રિંકુ દેવી અને ગુથીના સ્ત્રી પાત્રમાં ઢળી ગયેલા Sunil Groverએ પુરૂષ પાત્રને કારણે જ Tandav સ્વીકારી

રિંકુ દેવી અને ગુથીના સ્ત્રી પાત્રમાં ઢળી ગયેલા Sunil Groverએ પુરૂષ પાત્રને કારણે જ Tandav સ્વીકારી

અભિનેતા અને કોમેડિયન સુનીલ ગ્રોવર ટૂંક સમયમાં વેબ સિરીઝ તાંડવમાં જોવા મળશે.

Hiren Buddhdev

| Edited By: Bipin Prajapati

Jan 10, 2021 | 4:19 PM

અભિનેતા અને કોમેડિયન Sunil Grover ટૂંક સમયમાં વેબ સિરીઝ તાંડવમાં (Tandav) જોવા મળશે. તેની કોમેડીથી ચાહકોને હસાવનાર સુનિલ આ શ્રેણીમાં સિરિયર પાત્ર ભજવતા જોવા મળશે. તેણે સૈફ અલી ખાનના અંગત સહાયકની ભૂમિકા ભજવી છે. સુનિલે કહ્યું કે તેમને શ્રેણીમાં પુરુષ પાત્ર ભજવવાનું કહેવામાં આવ્યું હતું તેથી જ તેણે આ પ્રોજેક્ટ માટે હા પાડી હતી.

એક ઇન્ટરવ્યુમાં Sunil Grover એ કહ્યું હતું કે, હું અગાઉ અલી અબ્બાસ ઝફર સાથે કામ કરી ચૂક્યો હોવાથી તાંડવનો ભાગ બનીને ખૂબ આનંદ થયો. આ એક રસપ્રદ સેટઅપ છે અને મને આ સ્ટોરીની ઓફર કરવામાં આવી છે. મને કહેવામાં આવ્યું કે મારે ફક્ત પુરુષોના કપડા પહેરવાના છે અને માત્ર પુરુષોની ભૂમિકા નિભાવવાની છે, પછી હું સંમત થયો. ”

સુનિલ ગ્રોવરને ધ કપિલ શર્મા શોમાં રિંકુ દેવી અને ગુથીના પાત્રની સાથે જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી. ઇન્ટરવ્યુમાં સુનિલે કહ્યું કે હું તમને કહેવા માંગુ છું કે સ્ત્રીની જેમ ડ્રેસિંગ કરવું ખૂબ મુશ્કેલ છે. ખાસ કરીને જે મહિલાઓ કાજલ લગાવે છે, આ બધુ એટલી સરળ નથી.

તમને જણાવી દઈએ કે વેબ સિરીઝ તાંડવ 15 જાન્યુઆરીએ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. તેમાં સૈફ અલી ખાન (saif ali khan) અને Sunil Grover ઉપરાંત ડિમ્પલ કાપડિયા (dimple kapdiya), મોહમ્મદ ઝીશન અયુબ, કૃતિકા કામરા (krutika kamra), ગૌહર ખાન (gauharkhan) અને દીનો મોરિયા (dinomoriya) જેવા સ્ટાર્સ જોવા મળશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati