તાજેતરમાં બાયપાસ સર્જરી કરાવનાર કોમેડિયન અને અભિનેતા સુનીલ ગ્રોવરને (Sunil Grover) આજે 3 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 44 વર્ષીય અભિનેતાને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ મુંબઈની એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલના ડૉક્ટરે ETimes TV સાથે વાત કરતા માહિતી આપી હતી કે સુનિલને હાર્ટ એટેક આવ્યો હતો અને દાખલ થતા સમયે તે કોવિડ પોઝિટિવ પણ હતો. ડૉક્ટરે કહ્યું, “સુનીલ ગ્રોવર એક યુવા ટીવી કલાકાર છે. તેને છાતીમાં દુ:ખાવો થયો હતો જેના પછી તેને હોસ્પિટલ જવાની સલાહ આપવામાં આવી હતી. બ્લડ ટેસ્ટ અને ECG પછી ખબર પડી કે તેને હાર્ટ એટેક આવ્યો છે.” તેને દવા આપવામાં આવી હતી અને તબીબી રીતે સ્થિર કરવામાં આવ્યો હતો.
ટેસ્ટ કરતા જાણવા મળ્યુ કે તે કોવિડ પોઝિટીવ છે, જોકે તેને કોઈ લક્ષણો નહોતા. તેને કોવિડ માટેની સારવાર પણ આપવામાં આવી હતી. અઠવાડિયા પછી એન્જીયોગ્રાફી કરવામાં આવી. જેમાં 2 ધમનીઓમાં 100% બ્લોક અને ત્રીજી ધમનીમાં 70-90% બ્લોક સાથે તમામ 3 મુખ્ય હૃદય ધમનીઓમાં બ્લોકેજ જોવા મળ્યુ હતુ. તેના હૃદય સામાન્ય રીતે કામ કરતુ હતું અને સદનસીબે, હૃદયના સ્નાયુને કોઈ નુકસાન થયું ન હતું. તેની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. હવે તે સાજો થઈ ગયો છે અને હવે તેને રજા આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –