મની લોન્ડરિંગ કેસમાં EDનો મોટો દાવો, સુકેશ ચંદ્રશેખરે નોરા ફતેહીને કરોડોની ભેટ આપી હતી

EDએ મની લોન્ડરિંગ કેસમાં નોરા ફતેહીને સુકેશ ચંદ્રશેખરની સામે રાખીને બંનેની પુછપરછ હાથ ધરી હતી. ત્યારે તપાસમાં એ વાત સામે આવી છે કે નોરા ફતેહીની સુકેશ ચંદ્રશેખરની પત્ની સાથે મુલાકાત થઈ હતી અને તેણે નોરાને પણ એક ઈવેન્ટમાં સામેલ કરી હતી.

મની લોન્ડરિંગ કેસમાં EDનો મોટો દાવો, સુકેશ ચંદ્રશેખરે નોરા ફતેહીને કરોડોની ભેટ આપી હતી
Nora Fatehi (File Photo)

Money Laundering Case: સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં એક નવો ખુલાસો થયો છે. નોરા ફતેહીની 8 કલાકની પૂછપરછમાં ઈડીએ દાવો કર્યો છે કે નોરા ફતેહીએ (Nora Fatehi) સુકેશ ચંદ્રશેખરના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં તેને સુકેશ પાસેથી કિંમતી ભેટો મળી હતી અને જેની કિંમત કરોડોમાં છે.

 

8 કલાક સુધી નોરાની પુછપરછ કરવામાં આવી

સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસ આ દિવસોમાં ખુબ ચર્ચમાં છે. કારણ કે 200 કરોડની આ છેતરપિંડીમાં ઘણી હસ્તીઓના નામ સામે આવી રહ્યા છે. ED દ્વારા આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. નોરા ફતેહીને પણ આ જ કેસના સંદર્ભમાં ઈડી દ્વારા પુછપરછ માટે સમન્સ પાઠવવમાં આવ્યુ હતુ અને તેમની લગભગ 8 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

સુકેશ ચંદ્રશેખરની સામે નોરા ફતેહીની પૂછપરછ કરવામાં આવી

મળતી માહિતી અનુસાર EDએ આ મની લોન્ડરિંગ કેસમાં નોરા ફતેહીની સુકેશ ચંદ્રશેખરની સામે પૂછપરછ કરી હતી. અત્યાર સુધીની તપાસમાં એ વાત સામે આવી છે કે નોરા ફતેહીની સુકેશ ચંદ્રશેખરની (Sukesh Chandra Shekhar) પત્ની સાથે મુલાકાત થઈ હતી અને તેણે નોરાને પણ એક ઈવેન્ટમાં સામેલ કરી હતી. ત્યારે ઈડીએ દાવો કર્યો છે કે જ્યારે નોરાએ આ ઈવેન્ટમાં હાજરી આપી હતી, ત્યારે તેને સુકેશ ચંદ્રશેખર દ્વારા કિંમતી ભેટો આપવામાં આવી હતી. જેની બજાર કિંમત કરોડોમાં છે.

નોરા ફતેહીના પ્રવક્તાએ કરી સ્પષ્ટતા

આ મામલે નોરા ફતેહી વતી તેમના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે નોરા ફતેહી પણ આ મની લોન્ડરિંગ કેસમાં પીડિત છે અને એક સાક્ષી છે. જેથી તેની પુછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે કહેવામાં આવ્યું છે કે, નોરા આ કેસ સંબંધિત તપાસમાં અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપી રહી છે અને તે કોઈ પણ પ્રકારની છેતરપિંડીનો (Money Laundering Case) ભાગ નથી. સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધો અંગે નોરા ફતેહી વતી કહેવામાં આવ્યું છે કે આરોપી સાથે તેનો કોઈ અંગત સંબંધ નથી.

 

 

આ પણ વાંચો : Money Laundering Case : અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ વધી, ED સમક્ષ હાજર ન થતાં એજન્સીએ ત્રીજું સમન્સ મોકલ્યું

 

આ પણ વાંચો : Gadar 2 : ફરી એક વાર ધમાલ મચાવશે સની દેઓલ અને અમિષાની જોડી, જાણો ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ

Click on your DTH Provider to Add TV9 Gujarati