RRR : એસએસ રાજામૌલી (SS Rajamouli) દ્વારા નિર્દેશિત ફિલ્મ RRR રિલીઝ થવાની છે. ફિલ્મ રિલીઝ થવામાં માત્ર 2 અઠવાડિયા બાકી છે અને મેકર્સ ફિલ્મના પ્રમોશન (Film promotion)માટે સખત મહેનત કરી રહ્યા છે. ફિલ્મનું થિયેટર ટ્રેલર ડિસેમ્બર 2021માં રિલીઝ થયું હતું, જેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ પહેલા 7 જાન્યુઆરી 2022ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ હવે આ ફિલ્મ 25 માર્ચે રિલીઝ થશે. પેન ઈન્ડિયાના જયંતિલાલ ગડાએ જાહેરાત કરી હતી કે સિનેમામાં રિલીઝના 75-90 દિવસ પછી જ ફિલ્મ OTT પર રિલીઝ થશે.
તેમનું નિવેદન વાયરલ થવા લાગ્યું કારણ કે, કોવિડ દરમિયાન તમામ ફિલ્મો 28 દિવસમાં OTTમાં રિલીઝ થઈ રહી હતી.
હવે સમાચાર આવી રહ્યા છે કે મેકર્સ મોટી યોજના બનાવી રહ્યા છે. બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, જયંતિલાલે કહ્યું, અમે આ ફિલ્મને પે પર રિવ્યુ ફોર્મેટમાં રિલિઝ કરવાનું વિચારી રહ્યા છીએ. સિનેમાઘરમાં ફિલ્મ રિલીઝ થયા બાદ આ કરવામાં આવશે. અત્યારે અમે આ વિશે વાત કરી રહ્યા છીએ. આ એક નવી વસ્તુ છે અને અમે તેને બજારમાં મોટા પાયે રજૂ કરવા જઈ રહ્યા છીએ.
તેમણે આ અંગે વધુ વિગતો આપવાનો ઈન્કાર કર્યો હતો. પે-પર-વ્યૂ કન્સેપ્ટ જેને TVOD (ટ્રાન્ઝેક્શનલ વિડિયો-ઑન-ડિમાન્ડ) તરીકે પણ ઓળખવામાં આવે છે તે પશ્ચિમમાં ખૂબ પ્રચલિત છે અને શબ્દ સૂચવે છે તેનો અર્થ એ છે કે વપરાશકર્તાને પ્રીમિયમ મળશે જે જોવા માટે ચોક્કસ રકમ ચૂકવવી પડશે. જે 24 થી 48 કલાકના સમયગાળા માટે ઍક્સેસિબલ હશે.
ફિલ્મની વાત કરીએ તો આમાં જુનિયર એનટીઆર, રામ ચરણ, આલિયા ભટ્ટ અને અજય દેવગન મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. હાલમાં જ ફિલ્મનું ગીત RRR સેલિબ્રેશન એન્થમ રિલીઝ થયું છે જેમાં જુનિયર એનટીઆર, રામ ચરણ અને આલિયા ભટ્ટ એકસાથે જોવા મળે છે. આ ગીતમાં ત્રણેય દેશભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા હતા. આલિયા આ સાઉથ ઈન્ડિયન લુકમાં જોવા મળી રહી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.