સાઉથની આ ફિલ્મ કે જેણે રિલીઝ પહેલા જ કરી દીધી તગડી કમાણી, જાણો કેટલા કરોડનો નફો કર્યો

તેલુગુ સિનેમાની એક એક્શન ડ્રામા ફિલ્મ છે, જે સમગ્ર ભારતમાં રિલીઝ થશે. ફિલ્મનું ટીઝર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું, જે પ્રેક્ષકો તરફથી અપાર પ્રેમ મેળવી રહ્યું છે.

સાઉથની આ ફિલ્મ કે જેણે રિલીઝ પહેલા જ કરી દીધી તગડી કમાણી, જાણો કેટલા કરોડનો નફો કર્યો
Dasara Movie
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2023 | 7:30 PM

સાઉથની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જે રીતે કમાણી કરી તે પ્રમાણે ક્યાંકને ક્યાંક એવી માન્યતા બની ગઈ છે કે સાઉથની હિન્દી ફિલ્મો ચમકવા લાગી છે. તેલુગુ ફિલ્મોના સુપરસ્ટાર નાનીની આગામી ફિલ્મ ‘દસરા’એ રિલીઝ થવા જઈ રહી છે પણ નવાઈની વાત એ છે કે રિલીઝ પહેલા જ આ ફિલ્મે ઘણી કમાણી કરી લીધી છે. ફિલ્મે તેના થિયેટ્રિકલ અને ડિજિટલ રાઈટથી આ કમાણી કરી છે. જેના કારણે ફિલ્મ પહેલાથી જ નફામાં પહોંચી ગઈ છે.

રિલીઝ પહેલા કરોડોની કમાણી

અહેવાલો અનુસાર, શ્રીકાંત ઓડેલા દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ સુધાકર ચેરુકરી દ્વારા આશરે રૂ. 65 કરોડમાં કરવામાં આવ્યું છે. જો અહેવાલોનું માનીએ તો, ફિલ્મના ડિજિટલ રાઈટ લગભગ રૂ. 29 કરોડમાં વેચાયા છે. જ્યારે થિયેટર રાઈટ્સની ડીલ મેકર્સ દ્વારા લગભગ 48 કરોડ રૂપિયામાં કરવામાં આવી છે. આ મુજબ, રિલીઝ પહેલા જ ફિલ્મે લગભગ 77 કરોડનો બિઝનેસ કરી લીધો છે, જે બજેટ કરતા લગભગ 12 કરોડ વધુ છે. આ 12 કરોડ રૂપિયા ફિલ્મનો સીધો નફો છે.

‘દસરા’ વિશે વાત કરીએ તો, તે તેલુગુ સિનેમાની એક એક્શન ડ્રામા ફિલ્મ છે, જે સમગ્ર ભારતમાં રિલીઝ થશે. ફિલ્મનું ટીઝર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું, જે પ્રેક્ષકો તરફથી અપાર પ્રેમ મેળવી રહ્યું છે. નાની ઉપરાંત, ફિલ્મમાં કીર્તિ સુરેશ, સમુતિરકાની, દીક્ષિત શેટ્ટી, સાઈ કુમાર અને શમના કાસિમ પણ મુખ્ય ભૂમિકામાં છે. તેલુગુની સાથે સાથે આ ફિલ્મ તમિલ, હિન્દી, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં પણ 30 માર્ચે રિલીઝ થશે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

પુષ્પાના અંદાજમાં દેખાયો નાની

ટીઝર ખૂબ જ રસપ્રદ છે અને નાની અને બાકીના કલાકારોના પાત્રોનો પરિચય કરાવે છે. જો કે, નાનીનો દેખાવ તેમજ ચાલ પુષ્પા જેવી ઘણી હદ સુધી દેખાઈ રહી છે. ફિલ્મમાં હેરસ્ટાઇલ, ખુલ્લું શર્ટ અને લુંગી બિલકુલ પુષ્પા જેવું જ છે અને ઊભા રહેવાની સ્ટાઈલ પુષ્પામાં અલ્લુ અર્જુન જેવી જ લાગી રહી છે.

શું છે સ્ટોરી?

ટીઝરની શરૂઆત વીરલાપલ્લી ગામથી થાય છે, જે કોલસાના ઢગલા વચ્ચે ફસાયેલ છે. ટીઝર જોઈને ખબર પડે છે કે લોકો દારૂને પોતાના જીવનનો મહત્વનો ભાગ માને છે અને ઘણીવાર નશામાં રહે છે. આ ટીઝરમાં સૌથી અદ્ભુત દ્રશ્ય એ છે જ્યારે નાની હથિયાર વડે પોતાનો અંગૂઠો કાપીને પોતાનું તિલક લગાવે છે. તેની ક્રોધિત લાલ આંખો અને ચોંટેલા દાંત તેને વિકરાળ વરુ જેવો દેખાવ આપે છે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">