સુપરસ્ટાર મહેશ બાબુનો કોરોના રિપોર્ટ પોઝિટીવ, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

સુપરસ્ટાર મહેશ બાબુનો કોરોના રિપોર્ટ પોઝિટીવ, સોશિયલ મીડિયા પર આપી જાણકારી
South superstar Mahesh Babu tests positive for COVID

સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેણે જાતે જ ટ્વીટર પર આ બાબતની જાણકારી આપી છે.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Jan 06, 2022 | 10:30 PM

દેશભરમાં કોરોનાની ત્રીજી (Corona Third Wave) લહેરની શરૂઆત થઇ ગઇ છે. આ લહેરના કારણે સૌથી વધુ પ્રભાવિત મનોરંજન જગત થયુ છે. પહેલા તો એક પછી એક બોલીવૂડના મોટા સ્ટાર્સ પોઝિટીવ આવ્યા જેમાં કરીના કપૂર ખાન, અર્જુન કપૂર, અમૃતા અરોરા, પ્રેમ ચોપરા જેવા સ્ટાર્સનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો. કોરોનાના પ્રકોપથી સાઉથ ઇન્ડસ્ટ્રી પણ બાકાત નથી રહી. હાલમાં મળતી માહિતી અનુસાર સાઉથ સુપર સ્ટાર મહેશ બાબુ (Mahesh Babu) કોરોના પોઝિટીવ આવ્યા છે. આ બાબતની જાણકારી તેણે પોતે જ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

મહેશ બાબુએ ટ્વીટ કરતા લખ્યુ કે, સાવચેતીના દરેક પગલા લીધા બાદ પણ હુ કોરોના પોઝિટીવ થઇ ગયો છે. મને કોરોનાના હળવા લક્ષણો છે. મે મારી જાતને ઘરમાં ઓઇસોલેટ કરી દીધી છે અને કોરોનાની ગાઇડલાઇનનો કડકપણે પાલન કરી રહ્યો છુ.

મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને હું વિનંતી કરુ છુ કે તેઓ પોતાનો કોવિડ ટેસ્ટ કરાવે. જે લોકોએ વેક્સિન નથી લીધી હું તેમને પણ વિનંતી કરું છુ કે તેઓ જલ્દીથી વેક્સિનેટેડ થઇ જાય. કારણ કે વેક્સિન આપણને ગંભીર રીતે બિમાર પડવાથી અને હોસ્પિટલાઇઝ થવાની પરિસ્થિતીથી બચાવે છે. મહેરબાની કરીને કોરોનાના નિયમોનું પાલન કરો અને સુરક્ષિત રહો.

મનોરંજન જગત પર કોરોનાની અસર

કોરોનાની આ ત્રીજી લહેર અને ઓમિક્રોનના ભય વચ્ચે ફરીથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત થવા લાગ્યુ છે. લાંબા સમય બાદ ખુલેલા થિયેરર્સ ફરીથી બંધ થવા લાગ્યા છે અને આની અસર ઘણી બધી ફિલ્મ રિલીઝ પર પણ પડી છે. કોરોનાની હાલની સ્થિતી ને જોતા પહેલા 7 જાન્યુઆરીએ રિલીઝ થનારી ફિલ્મ RRR ને પણ રોકી દેવામાં આવી છે. આ સાથે ઘણા બધા બોલીવૂડ પ્રોજેક્ટ્સ ફરીથી હોલ્ડ પર જતા રહ્યા છે.

આ પણ વાંચો –

મુંબઈમાં કોરોનાનો ફુંફાડો : માયા નગરીની વર્તમાન કોવિડ પરિસ્થિતિને લઈને વરુણ ધવને શેર કરી ફની પોસ્ટ

આ પણ વાંચો –

Aamir Sanjeeda Divorced: આમિર અલી અને સંજીદા શેખના છૂટાછેડા, સંજીદાને મળી દીકરી આયરાની કસ્ટડી

આ પણ વાંચો –

Pushpa : The Rise ના હિન્દી ડિજિટલ પ્રીમિયર માટે જોવી પડશે રાહ, જાણો ક્યારે આવશે સ્ટ્રીમિંગ ડેટ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati