સાઉથ સ્ટાર વિજય દેવરાકોંડાએ પૂરી કરી ફેનની અંતિમ ઈચ્છા, Video ચેટમાં રડી પડ્યો એક્ટર

કોરોનાનાઓ માહોલ થોડો ઠીક થઈ જાય પછી તેને મળવાનું પણ મન અભિતેના માનવી રહ્યો છે. ફેને કહ્યું કે વિજય અન્ના સાથે વાત કરીને તે ઘણો ખુશ થયો છે.

  • Tv9 webdesk41
  • Published On - 16:28 PM, 3 May 2021
સાઉથ સ્ટાર વિજય દેવરાકોંડાએ પૂરી કરી ફેનની અંતિમ ઈચ્છા, Video ચેટમાં રડી પડ્યો એક્ટર
Actor Vijay Devarakonda

સાઉથ ઇંડિયન ફીલ્મોના સુપર સ્ટાર વિજય દેવરાકોંડા (Vijay Deverakonda) પોતાના ફેંસની વચ્ચે ઘણા પોપ્યુલર છે. તે હમેશા શોસિયલ મીડિયાના મધ્યમથી પોતાના પ્રસંશકો સાથે જોડાયેલા રહે છે. તેની ફિલ અર્જુન રેડ્ડીને હિન્દી દર્શકોએ પણ ઘણી પસંદ કરી હતી. વિજાએ હવે એવું કઈક કર્યું છે કે તેને ચાહવાવાળા વધુ ઈમોશનલ થઈ જશે. વિજય દેવરાકોંડાએ તાજેતરમાં જ તેના એક બીમાર ફેન સાથે વિડીયો ચેટ કરીને તેની અંતિમ ઈચ્છા પૂરી કરી હતી.

ફેન સાથે વાત કરતાં એક્ટર રડી પડ્યો

વિજય દેવેરાકોંડાએ તેના પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ વિશેની માહિતી આપી છે. તેણે લખ્યું, ‘હું તમને હેમંતની યાદ કરું છું, હું ખુબ ખુશ છું કે આપણે વાત કરી. મને તારી મીઠી સ્માઇલ જોવાની તક મળી. તારો પ્રેમ અનુભવ્યો અને તને પ્રેમ આપ્યો. હું તમારી આંખોમાં આંસુ સાથે તારા માટે પ્રાર્થના કરું છું. જેમણે મને તેના સુધી પહોંચવામાં મદદ કરી તે બધાનો આભાર. ”આનો ખુલાસો કરતાં અભિનેતાએ તેમની અને હેમંતની ભાવનાત્મક વાતોનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો.

ફેનને મોકલી હતી ટી-શર્ટ
એવું કહેવામા આવે છે હેમંતે એક્ટર પાસેથી ROWDY-WEARનું ટીશર્ટ માંગ્યું હતુ. જે એકટરે તરતજ મોકલી દીધું હતું. કોરોનાનાઓ માહોલ થોડો ઠીક થઈ જાય પછી તેને મળવાનું પણ મન અભિતેના માનવી રહ્યો છે. ફેને કહ્યું કે વિજય અન્ના સાથે વાત કરીને તે ઘણો ખુશ થયો છે. ત્યારે તેના ફેન પ્રત્યેનું વલણ વિજયના દરેક ડેન અને ફોલોર્સને પસંદ આવી રહ્યું છે. દરેકે આ પોસ્ટ પર કમેંટ કરીને હેમંત માટે પ્રાર્થના કરી છે. સાથે સાથે વિજયના આ પ્રયાસોના વખાણ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો : જો Disha Vakani શો છોડવા માંગતી હશે તો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, નવી દયા સાથે આગળ વધશેઃ નિર્માતા