Sooryavanshi Box Office Collection : સૂર્યવંશીને મળ્યો સન્ડેનો ફાયદો, ત્રણ દિવસમાં થયું 77 કરોડનું કલેક્શન

અક્ષય કુમાર અને કેટરિના કૈફની ફિલ્મ સૂર્યવંશી કમાણીના મામલામાં 100 કરોડ થવાથી થોડા જ ડગલાં દૂર છે.

Sooryavanshi Box Office Collection : સૂર્યવંશીને મળ્યો સન્ડેનો ફાયદો, ત્રણ દિવસમાં થયું 77 કરોડનું કલેક્શન
Sooryavanshi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 1:03 PM

અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરીના કૈફની (Katrina Kaif) ફિલ્મ સૂર્યવંશી લોકોને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મે લોકોને દિવાના બનાવી દીધા છે. રોહિત શેટ્ટીની ફિલ્મ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે.

‘સૂર્યવંશી’ અગાઉ માર્ચ 2020માં રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે તેને મોકૂફ રાખવામાં આવી હતી. આ પછી ફિલ્મની રિલીઝ ડેટ ઘણી વખત આવી પરંતુ દર વખતે તેને મહામારીને કારણે આગળ ધકેલવી પડી હતી. રોહિત શેટ્ટી આ મોટા બજેટની ફિલ્મને માત્ર સિનેમાઘરોમાં જ રિલીઝ કરવા માગતો હતો. આખરે 19 મહિનાની લાંબી રાહ પછી જ્યારે ‘સૂર્યવંશી’ બોક્સ ઓફિસ પર આવી હતી. ત્યારે આ રાહ પણ સફળ થતી જોવા મળી રહી છે. ફિલ્મે શરૂઆતના દિવસે જ શાનદાર કલેક્શન કર્યું હતું. તે જ સમયે તેણે સપ્તાહના અંતે પણ તેની ગતિ જાળવી રાખી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ફિલ્મે રિલીઝના માત્ર બે દિવસમાં 50 કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે. ત્રીજા દિવસે પણ ફિલ્મે કમાણીનો દોર રાખ્યો છે. બોક્સ ઓફિસ કલેક્શન વેબસાઈટ અનુસાર, ફિલ્મે ત્રીજા દિવસે 28 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે અને આ રીતે ફિલ્મે તેની રિલીઝના ત્રણ દિવસમાં 77 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

અત્યાર સુધીનું કલેક્શન ‘સૂર્યવંશી’નું પ્રથમ દિવસનું કલેક્શન 26.29 કરોડ રહ્યું છે. ફિલ્મે શનિવારે 23.85 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. રિપોર્ટ અનુસાર, ફિલ્મને રવિવારની રજાનો લાભ મળ્યો અને તેણે 27 થી 28 કરોડનું કલેક્શન કર્યું છે. આ રીતે રવિવારના કલેક્શનના આંકડા પહેલા દિવસ કરતા વધુ છે. ફિલ્મે 3 દિવસમાં 77 કરોડની કમાણી કરી લીધી છે.

ઓવરઓલ પ્રદર્શન આ ફિલ્મ વિદેશમાં પણ સારી કમાણી કરી રહી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે એક ટ્વિટમાં જણાવ્યું કે ‘સૂર્યવંશી’એ વિદેશમાં પહેલા દિવસે 8.10 કરોડ અને બીજા દિવસે 8.58 કરોડની કમાણી કરી છે. આ રીતે બે દિવસમાં કુલ 16.68 કરોડનું કલેક્શન થયું.

અક્ષય કુમાર અને કેટરિના કૈફને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મને ભારતમાં 4000 સ્ક્રીન મળી છે. જ્યારે તે વિદેશમાં 1300 સ્ક્રીનમાં રિલીઝ થઈ છે. ફિલ્મના અન્ય કલાકારો વિશે વાત કરીએ તો, ગુલશન ગ્રોવર, સિકંદર ખેર, અભિમન્યુ સિંહ અને જાવેદ જાફરી છે. ફિલ્મમાં રણવીર સિંહ અને અજય દેવગન કેમિયો રોલમાં છે. ‘સૂર્યવંશી’ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ, રોહિત શેટ્ટી પિક્ચર્સ, ધર્મા પ્રોડક્શન્સ અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરવામાં આવી છે.

આ ફિલ્મ રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની ત્રીજી ફિલ્મ છે અને અગાઉ રોહિતે સિંઘમ અને સિમ્બા દ્વારા લોકોનું મનોરંજન કર્યું હતું. ફિલ્મને લોકો તરફથી સારા રિવ્યુ મળી રહ્યા છે.

આ પણ વાંચો : Chhattisgarh: સુકમામાં CRPF જવાને પોતાના જ સાથીદારો પર ગોળીબાર કર્યો, 4ના મોત, 3 ઘાયલ

આ પણ વાંચો : Sushant singh rajput case : સુશાંત કેસમાં આવશે નવો વળાંક? તપાસ એજન્સી સોશિયલ મીડિયામાંથી ડિલીટ કરાયેલા ચેટ-ઈમેલની કરશે તપાસ

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">