વધતા જતા કોરોનાના આતંક વચ્ચે સોનુ સૂદે લીધી કોરોના વેક્સિન, જાણો વેક્સિન લઈને શું કહ્યું

બોલીવૂડમાં એક તરફ કોરોનાના કેસ ખુબ વધી રહ્યા છે, ત્યારે ઘણા સ્ટાર્સ વેક્સિન પણ લઇ રહ્યા છે. આ વચ્ચે સોનુ સૂદે પણ કોરોના વેક્સિન લીધી હતી.

  • tv9 webdesk37
  • Published On - 15:26 PM, 7 Apr 2021
વધતા જતા કોરોનાના આતંક વચ્ચે સોનુ સૂદે લીધી કોરોના વેક્સિન, જાણો વેક્સિન લઈને શું કહ્યું
સોનુ સૂદે લીધી કોરોના વેક્સિન

દેશભરમાં કોરોનાનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. આ દરમિયાન ઘણા બોલીવૂડના અભિનેતા અને અભિનેત્રીઓ કોરોના સંક્રમિત આવી રહ્યા છે. તેમજ ઘણા સ્ટાર્સ વેક્સિન પણ લઇ રહ્યા છે. આ વચ્ચે લોકડાઉનના સમયમાં મસીહા તરીકે ઉભરી આવેલા અભિનેતા સોનુ સૂદે (Sonu Sood) પણ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. તમને જણાવી દઈએ કે સોનૂ સિવાય આજે એટલે કે બુધવારે ફિલ્મ નિર્માતા અનુભવ સિંહાએ (Anubhav Sinha) પણ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. એટલું જ નહીં સોનુ સૂદે (Sonu Sood) હવે પોતાનું લક્ષ્ય રજુ કરતા એ પણ કહ્યું છે કે દેશના લોકોને વેક્સિન લેવા માટે પ્રેરણા આપવી તે તેનું લક્ષ્ય છે.

અનુભવ સિંહાએ જણાવ્યું હતું કે તેણે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. તે જ સમયે, સોનુએ રસીકરણ કેન્દ્રની તસવીર પણ ટ્વિટર પર શેર કરી છે, જ્યાં તેણે રસીનો ડોઝ લીધો હતો. અને આ રીતે સોનુએ સૌને વેક્સિન લેવા માટે પ્રેરણા પણ આપી છે.

સોનુએ લોકોને વેક્સિનેશન માટે કર્યા પ્રેરિત

લોકડાઉન દરમિયાન પરપ્રાંતીઓને તેમના ગૃહ રાજ્ય સુધી પહોંચવામાં મદદ કરવા માટે ચર્ચામાં આવેલા સોનુ સૂદે જણાવ્યું હતું કે હવે તેમનો હેતુ લોકોને વેક્સિન લેવા પ્રેરણા આપવાનો છે.

સોનુ સૂદે કહ્યું કે, “આજે મેં રસીનો ડોઝ લીધો હતો અને હવે એવો સમય આવ્યો છે કે આખો દેશ પણ કોરોનાની વેક્સિનનો ડોઝ લે છે. સૌથી મોટા રસીકરણ અભિયાન ‘સંજીવની’ની શરૂઆતથી દેશભરમાં જાગૃતતા વધશે અને લોકો વેક્સિન લેવા માટે આગળ આવશે.”

અનુભવ સિંહાએ પણ તસવીર શેર કરી

‘થપ્પડ’ ફિલ્મના નિર્દેશક અનુભવ સિંહા (Anubhav Sinha) પણ રસીકરણ કેન્દ્રમાં વેક્સિન લેવા પહોંચ્યા હતા. ત્યાં વેક્સિન લઈને તેમણે પણ એક ફોટો શેર કર્યો હતો. મહારાષ્ટ્રમાં રસીકરણની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 82 લાખ લોકો વેક્સિન ડોઝ લઈ ચૂક્યા છે.

 

આ પણ વાંચો: Anushka Sharma નો સોશિયલ મીડિયામાં નકારાત્મકતા ફેલાવવા લોકો માટે સંદેશ, પોસ્ટ શેર કરીને કહી આ વાત

આ પણ વાંચો: Taarak Mehta Ka Ooltah Chashmah માં શું Sunayana Fozdar કરશે દયાબેનનો રોલ? જાણો શું આપ્યો જવાબ