સોનાલી બેન્દ્રે પાર્ટીમાં ના જઈને નવા વર્ષની ઉજવણી કરવા હરિદ્વાર પહોંચી, દિકરા રણવીરે લૂટી લાઈમ લાઈટ, તસવીરો વાયરલ

સોનાલી બંદ્રેની વર્ષની શરૂઆત કરવાની રીત સૌથી અનોખી છે કારણ કે અભિનેત્રીએ આ વર્ષે પાર્ટી છોડીને આધ્યાત્મિકતા તરફ જવાનું નક્કી કર્યું છે. ઇ-રિક્ષાની સવારી સાથે હરિદ્વારની તેની ફેમિલી ટ્રીપ વિશે માહિતી આપતાં સોનાલીએ કેટલાક ફોટા પણ શેર કર્યા છે.

સોનાલી બેન્દ્રે પાર્ટીમાં ના જઈને નવા વર્ષની ઉજવણી કરવા હરિદ્વાર પહોંચી, દિકરા રણવીરે લૂટી લાઈમ લાઈટ, તસવીરો વાયરલ
Sonali Bendre reached Haridwar to celebrate New Year
| Updated on: Jan 01, 2024 | 9:49 AM

વર્ષનો તે સમય ફરીથી આવી ગયો છે જ્યારે દરેક વ્યક્તિ ઉજવણી કરવા માંગે છે અને તે દિવસને ખાસ બનાવવા માંગે છે. ખાસ કરીને બોલિવૂડ સેલિબ્રિટીઝ. પરિવાર હોય કે મિત્રો સાથે, લગભગ દરેક સેલેબ સેલિબ્રેટરી નવા વર્ષની ઉજવણીને લઈને મૂડમાં જોવા મળે છે અને નવા વર્ષને આવકારવા પાર્ટી કરતા હોય છે.

ત્યારે આ બધાથી દૂર બોલિવુડની અભિનેત્રી સોનાલી બેન્દ્રે તેના પતિ અને પુત્ર સાથે હરિદ્વાર પહોચી છે અને નવા વર્ષની ઉજવણી ભગવાનના દર્શન કરીને કરી રહ્યા છે. સોનાલીએ પુત્ર અને પતિ સાથે ફોટા પણ શેર કર્યા છે. જે બાદ યુઝર્સ તેમની ભરપુર પ્રશંસા કરી રહ્યા છે.

પાર્ટીથી દૂર રહી નવુ વર્ષ મનાવવા હરિદ્વાર પહોચી સોનાલી

સોનાલી બંદ્રેની વર્ષની શરૂઆત કરવાની રીત સૌથી અનોખી છે કારણ કે અભિનેત્રીએ આ વર્ષે પાર્ટી છોડીને આધ્યાત્મિકતા તરફ જવાનું નક્કી કર્યું છે. ઇ-રિક્ષાની સવારી સાથે હરિદ્વારની તેની ફેમિલી ટ્રીપ વિશે માહિતી આપતાં સોનાલીએ કેટલાક ફોટા પણ શેર કર્યા છે. સોનાલી બેન્દ્રે તેના પતિ ગોલ્ડી બહલ અને પુત્ર રણવીર બહલ સાથે હરિદ્વાર પહોંચી ગઈ છે. ત્યાંથી અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. લાંબા સમય બાદ પોતાના પુત્ર અને પતિને સાથે જોઈને લોકો તેના વખાણ કરી રહ્યા છે.

આ રીતે સોનાલી બેન્દ્રેએ નવું વર્ષ ઉજવ્યું

સોનાલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર પવિત્ર શહેર હરિદ્વારની સુંદર તસવીરો શેર કરી છે. ફોટામાં, સોનાલીએ 18 વર્ષના પુત્ર રણવીર સાથે તેની ઈ-રિક્ષાની સવારી બતાવી હતી. એક ફોટોમાં ત્રણેય માતા ગંગાની આરતી કરી હતી. તેણીએ પોસ્ટને કેપ્શન આપ્યું, ‘હરિદ્વારમાં ઈ-રિક્ષા, કેબલ કારની સવારી, સૌથી અદ્ભુત ગંગા જી કી આરતી સાથે કેવો દિવસ.’

સોનાલી બેન્દ્રેના પતિ અને પુત્ર

સોનાલી બેન્દ્રેએ ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે અને તેના ઉત્તમ અભિનયની હંમેશા પ્રશંસા કરવામાં આવી છે. તેમની ફિલ્મોમાં ‘હમ સાથ સાથ હૈ’, ‘જખ્મ’, ‘સરફરોશ’, ‘દિલજલે’ અને ઘણી મોટી ફિલ્મોનો સમાવેશ થાય છે. 48 વર્ષીય અભિનેત્રી સ્ટેજ 4 કેન્સર સામે પણ લડી ચુકી છે. તેણે ફિલ્મ નિર્માતા ગોલ્ડી બહલ સાથે લગ્ન કર્યા છે અને તેને રણવીર બહલ નામનો 18 વર્ષનો પુત્ર છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:35 am, Mon, 1 January 24