શિલ્પા શેટ્ટીની 6 કલાકની પૂછપરછ બાદ બહેન શમિતાએ શિલ્પા માટે લખી આ ખાસ વાત, જાણો શું કહ્યું

શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટી બંને બહેનો હંમેશાં સુખ અને દુ:ખમાં એકબીજાની સાથે હોય છે. હાલના દિવસોમાં શમિતાએ શિલ્પા માટે એક ખાસ સંદેશ લખ્યો છે, શિલ્પા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે.

શિલ્પા શેટ્ટીની 6 કલાકની પૂછપરછ બાદ બહેન શમિતાએ શિલ્પા માટે લખી આ ખાસ વાત, જાણો શું કહ્યું
Sister Shamita shetty's special message in the difficult times of Shilpa Shetty
TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Jul 24, 2021 | 10:51 AM

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) આ સમયે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તેનો પતિ રાજ કુંદ્રા કસ્ટડીમાં છે. પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને કસ્ટડીમો મોકલાયો. આ દરમિયાન શુક્રવારે ક્રાઇમ બ્રાંચ દ્વારા શિલ્પાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. શિલ્પાની ફિલ્મ હંગામા 2 (Hungama 2) પણ આ જ દિવસે રિલીઝ થઈ છે. જોકે આ ઘટના ઘટી તે પહેલા શિલ્પા ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી. પરંતુ તે આ દિવસની ઉજવણી કરી શકી નહીં.

શિલ્પાના આ મુશ્કેલ સમયમાં તેની બહેન શમિતા શેટ્ટીએ (Shamita Shetty) તેને સહારો પૂરો પાડ્યો છે. શમિતાએ શિલ્પાની ફિલ્મ હમગા 2 નું પોસ્ટર શેર કર્યું છે અને તેની બહેન માટે વિશેષ મેસેજ પણ લખ્યો છે.

શમિતાએ લખ્યું છે કે, ‘હંગમા 2 માટે ઓલ ધ બેસ્ટ મુંકી. હું જાણું છું કે તે આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી છે અને બાકીની ટીમે પણ તમારી સાથે ખુબ અહેનત કરી. લવ યુ, અને હંમેશાં તારી સાથે છું. તે જીવનમાં ઘણા ઉતાર-ચડાવ જોયા છે અને એક વસ્તુ મને ખબર છે કે તું ખૂબ જ મજબુત બની ગઈ છે. આ સમય પણ પસાર થઇ જશે ડાર્લિંગ. હંગામા 2 ની આખી ટીમને ઓલ ધ બેસ્ટ.

શું રાજની ધરપકડની અસર શિલ્પાની ફિલ્મ પર પડશે?

રાજની ધરપકડ બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેની અસર ક્યાંક શિલ્પાની ફિલ્મ પર ના પડે. પરંતુ ફિલ્મના નિર્માતા રતન જૈને એક મુલાકાતમાં કહ્યું, ‘આ કેસને હમગા 2 સાથે શું લેવાદેવા છે? એક્ટ્રેસ નહીં પણ શિલ્પાના પતિ સામે કેસ ચાલી રહ્યો છે. તે આ ફિલ્મની એક કલાકાર છે જેણે ખૂબ જ મહેનત કરી છે. તે ખૂબ જ ખરાબ વસ્તુ છે કે જ્યારે કોઈ વસ્તુનો અર્થ ન હોય ત્યારે લોકો તેનું નામ અંદર ખેંચી રહ્યા છે.

અમે એક સારી ફિલ્મ બનાવી છે અને તે પણ સારા હેતુથી. લોકો આ ફિલ્મ શિલ્પા શેટ્ટી વિવાદને કારણે નહીં પરંતુ ફિલ્મના કન્ટેન્ટને કારણે જોશે. તેથી હાલની સ્થિતિની અસર ફિલ્મ પર થશે નહીં.

શિલ્પા 14 વર્ષ પછી પરત ફરી

ચાલો તમને જણાવી દઈએ કે શિલ્પા 14 વર્ષ પછી હંગામા 2 દ્વારા વાપસી કરી રહી છે. હમણાં સુધી તે ફિલ્મના ગીતોમાં જોવા મળી હતી, પરંતુ તે લાંબા સમય સુધી અભિનયથી દૂર હતી. છેલ્લી શિલ્પા ફિલ્મ અપનેમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી. શિલ્પા તેની વાપસીને લઇને ખૂબ જ ઉત્સાહિત હતી અને તેણે કહ્યું હતું કે ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવશે કારણ કે તેની વાર્તા એકદમ અલગ છે.

આ પણ વાંચો: Raj Kundra Case: મોડી રાત્રે કુંદ્રાને લઇ જવાયો પ્રોપર્ટી સેલ, શિલ્પા શેટ્ટીની થઈ 6 કલાક પૂછપરછ

આ પણ વાંચો: Top 5 News: રાજ કુંદ્રાના રિમાન્ડ, શિલ્પાની પૂછપરછ, રિયા કરી રહી છે હોલીવુડની તૈયારી? જાણો Entertainment ના મોટા સમાચાર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati