સિંગર સેલીના ગોમેઝે તેના ટ્રોલર્સની કરી નિંદા, કહ્યું ‘મને મારા વજનની પરવા નથી’

Hollywood News : વિશ્વવિખ્યાત સિંગર અને અભિનેત્રી સેલીના ગોમેઝ આજે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોવર્સ ધરાવતી સફળ મહિલા આર્ટિસ્ટ છે. સેલીના ગોમેઝે તાજેતરમાં તેણીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરતાં લોકોને આકરો જવાબ આપ્યો છે.

સિંગર સેલીના ગોમેઝે તેના ટ્રોલર્સની કરી નિંદા, કહ્યું 'મને મારા વજનની પરવા નથી'
Singer Selena Gomez (File Photo)
TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Apr 13, 2022 | 8:20 PM

હોલીવુડની જાણીતી સિંગર સેલીના ગોમેઝ (Selena Gomez) હંમેશા સમાચારોમાં બની રહે છે. તેણી તેના વજનને લઈને બેફિકર છે અને ઈચ્છે છે કે અન્ય લોકો પણ તે જ રીતે બને. ગત રવિવારે 29 વર્ષીય અભિનેત્રી અને ગાયિકાએ એ લોકોને તેના સોશિયલ મીડિયા પર ટ્રોલ (Trolling) કર્યા હતા કે  જેઓ તેના દેખાવની સતત ટીકા કરતા રહે છે. સેલીના ગોમેઝે તેની ‘TikTok’ સ્ટોરીઝ પર કહ્યું કે તેણી તેના ફાસ્ટ-ફૂડ ભોજનને પ્રતિબંધિત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ ક્યારેક-ક્યારેક તેણી ‘ચીટ મિલ્સ’નો પણ આનંદ ઉઠાવી લે છે.

“તેથી હું પાતળી રહેવાનો પ્રયત્ન કરી રહી છું, પરંતુ હું ‘જેક ઇન ધ બોક્સ’ રેસ્ટોરન્ટમાં ગઈ અને મેં 4 ટાકોઝ, 3 એગ રોલ્સ, ઓનિયન રીંગ્ઝ અને એક મસાલેદાર ચિકન સેન્ડવીચનો ઓર્ડર આપ્યો,” તેણીએ કહ્યું. ‘ઓન્લી મર્ડર્સ ઇન ધ બિલ્ડીંગ’ સિરીઝ સ્ટાર મુજબ તેના વધતા વજનથી તેનાથી કોઈ ફરક પડતો નથી, કારણ કે લોકો હજુ પણ તેણીના શરીરની ટીકા કરશે પછી ભલે તે ગમે તે કરે.

View this post on Instagram

A post shared by Page Six (@pagesix)

“પરંતુ પ્રામાણિકપણે, મને મારા વજનની પરવા નથી કારણ કે લોકો કોઈપણ રીતે તેના વિશે બકવાસ કરે જ છે. ‘તમે ખૂબ નાના છો,’ ‘તમે ખૂબ મોટા છો,’ ‘તેણી ફિટ નથી.’ ‘બ્લાહ બ્લાહ બ્લાહ.”

View this post on Instagram

A post shared by Selena Gomez (@selenagomez)

જોકે, લ્યુપસની સમસ્યાને કારણે સપ્ટેમ્બર 2017માં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર સેલીના ગોમેઝે અગાઉ કહ્યું હતું કે તેના સ્વાસ્થ્યની ચિંતાઓ તેના ‘વજનમાં વધઘટ’ પેદા કરે છે જે તેને પરેશાન કરતી હતી. ‘લુઝ યુ ટુ લવ મી’ ગાયકે કહ્યું કે તેના લ્યુપસ અને તેને જરૂરી દવાઓનું ‘સંયોજન’ તેના વજનમાં વધઘટનું કારણ બને છે, જે કારણે લોકો સતત તેને ટ્રોલ કરતાં રહે છે.

View this post on Instagram

A post shared by Page Six (@pagesix)

સેલીના ગોમેઝે તેના વજનમાં થતા ફેરફારો વિશે કહ્યું, “મારે આખી જીંદગી માટે આ દવા લેવાની છે – તે મહિના પર પણ આધાર રાખે છે, પ્રમાણિકપણે. તેથી મારા માટે, મેં ખરેખર જોયું કે જ્યારે લોકોએ મારા પર તેના માટે ટ્રોલિંગ કરવાનું શરૂ કર્યું અને વાસ્તવમાં તે માત્ર મારું સત્ય છે. હું કસરત પણ કરું છું. તે મારા જીવનમાં શું થઈ રહ્યું છે તેના પર નિર્ભર છે.”

અમે તમને જણાવી દઈએ કે મિસ ગોમેઝે કહ્યું કે તેણી હવે મુખ્યત્વે સોશિયલ મીડિયાથી દૂર છે, જે તેને ટીકાકારોથી દૂર રહેવાની મંજૂરી આપે છે. તે માનસિક રીતે શ્રેષ્ઠતાનો અનુભવ કરી રહી છે.

Selena Gomez Tiktok (Symbolic Image)

આ પણ વાંચો – Justin Bieber Wife: હેઈલી બીબરે જણાવ્યુ કે, તેણી કઈ રીતે ‘ઓનલાઈન હેટ’નો કરે છે સામનો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati