જ્હોન અબ્રાહમે બોલીવુડમાં અને સમગ્ર દેશમાં ફિટનેસ આઈકોન (Fitness Icon) ગણાય છે. તેમને ડેટ કરવા માટે અનેક યુવતીઓ અને બોલીવુડની જાણીતી અદાકારાઓ પણ ઉત્સુક હોય છે. પરંતુ શું તમે જાણો છો કે અભિનેતા જ્હોન અબ્રાહમને એક સિક્રેટ ગર્લફ્રેન્ડ પણ છે. જી હા, તમે બિલકુલ સાચું વાંચી રહ્યા છો. બોલીવુડના સૌથી હોટ અભિનેતા ગણાતા જ્હોન અબ્રાહમને (John Abraham) તેની રિયલ લાઈફમાં કાર અને બાઈકનો ખૂબ જ શોખ છે. જ્હોન અબ્રાહમની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફ્લોઈંગ જોવા મળી રહી છે. તેમનું શાનદાર ફિઝીક આજે પણ અનેક લોકોમાં ઈર્ષ્યા કરાવે તેવું છે.
અભિનેતા જ્હોન અબ્રાહમને તેમની રિયલ લાઈફમાં કાર અને બાઈકનો ખૂબ જ શોખ છે. તેમની પાસે ઘણી બધી સુપરબાઈક ઉપરાંત, તેની પાસે ઘણા વાહનો પણ છે, જેમાંથી એક જીપ્સી કાર હતી. એ ખાસ વાત એ છે કે જ્હોનને તેના તમામ વાહનો સાથે ખૂબ જ પ્રેમ છે, પરંતુ તેનો ખાસ લગાવ મારુતિ સુઝુકી જીપ્સી 4X4 કરતાં વધુ હતો અને તેની પાછળ એક ઈમોશનલ સ્ટોરી છે જે ખુદ જ્હોને તાજેતરમાં શેયર કરી છે. જ્હોનના પિતાની ઈચ્છા હતી કે ઘરમાં એક જીપ્સી કાર હોય, પરંતુ તેમના ધંધામાં છેતરપિંડી થતાં તેના પિતા તેને ખરીદી ન શક્યા હતા.
તાજેતરમાં જ જ્હોન અબ્રાહમે એક ઈન્ટરવ્યુમાં પોતાના જીવનની ઘણી વાતો શેયર કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, બાળપણમાં એક એવો સમય આવ્યો કે જ્યારે તેના પિતાના બિઝનેસમાં તેના પાર્ટનર દ્વારા છેતરપિંડી કરાઈ હતી અને તે દરમિયાન તેના પિતાએ જિપ્સી બુક કરાવી હતી. પરંતુ જ્હોનના પિતા આ છેતરપિંડીનો શિકાર થતાં તેઓ સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા અને તેમણે જ્હોનને કહ્યું હતું કે હવે ખબર નથી કે આવતીકાલે આપણે એક ટેબલ પર બેસીને સાથે ખાઈ શકીશું કે નહીં.
આ મુલાકાતમાં જ્હોને આગળ જણાવ્યું કે તે આ ઘટનાથી ખૂબ જ દુઃખી હતો અને તેણે તેના પિતાનું સપનું પૂરું કરવાનું નક્કી કર્યું કે તે ચોક્કસપણે એક જીપ્સી કાર ખરીદશે અને તે જ આગળ જતા થયું. જ્હોને કહ્યું કે આ તે ગર્લફ્રેન્ડ છે જે સખત મહેનત પછી મારા જીવનમાં આવી, તે મારી જીપ્સી હતી. અમે તમને જણાવી દઈએ કે જ્હોને વર્ષ 2020માં તેણે જિપ્સી ઑફ-રોડર એનિમલ મેટર ટુ મીને દાનમાં આપ્યું હતું. જે મહારાષ્ટ્રના કોલાદમાં સ્થિત એક પ્રાણીઓ માટે કામ કરતી બિન-લાભકારી સંસ્થા છે, જે પ્રાણી બચાવ અને દવા માટે કાર્યરત છે.
જ્હોન અબ્રાહમ બોલિવૂડના તેવા કલાકારોમાંથી એક છે, કે જેઓ લાઈમ લાઈટ કરતાં તેમના વાસ્તવિક જીવનની બાબતોમાં વધુ વ્યસ્ત જોવા મળે છે. અમે તમને જણાવી દઈએ કે જ્હોન તેમના ફ્રી સમયમાં તેમની બાઈક સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. તેમની પાસે બાઈકનું સંપૂર્ણ કલેક્શન છે કે જેમાં સુઝુકી હાયાબુસા, ડુકાટી પાનીગલ V4, Ducati Diavel, MV Agusta, Yamaha VMAX, Kawasaki Ninja ZZR સાથે Yamaha R1 અને વિન્ટેજ બાઈક એ Yamaha RD350 જેવી વિશ્વની લોકપ્રિય બાઈક સામેલ છે.
જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જ્હોન અબ્રાહમ ટૂંક સમયમાં ફિલ્મ એટેકમાં જોવા મળવાનો છે. આ ફિલ્મ આગામી તા. 1 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. અમે તમને જણાવી દઈએ કે એટેક એક સાયન્સ ફિક્શન એક્શન ફિલ્મ છે. ભારતના પ્રથમ સુપર સોલ્જર તરીકે જોન અબ્રાહમની ફિલ્મ એટેકનું ટ્રેલર દર્શકોને પહેલાથી જ પસંદ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં જ્હોન સાથે રકુલ પ્રીત સિંહ અને જેકલીન ફર્નાન્ડીઝ સ્ક્રીન શેયર કરશે.
આ પણ વાંચો – ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એપ્રિલના ત્રીજા સપ્તાહથી OTT પ્લેટફોર્મ ઝી 5 પર સ્ટ્રીમ થશે