શિલ્પા શેટ્ટીના પતિ એકટાઈમે વેચતા હતા શાલ, જાણો કેવી રીતે બન્યા મોટા ઉદ્યોગપતિ

શિલ્પા શેટ્ટીના પતિ એકટાઈમે વેચતા હતા શાલ, જાણો કેવી રીતે બન્યા મોટા ઉદ્યોગપતિ
Raj kundra and Shilpa Shetty

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા આ દિવસોમાં ચર્ચામાં છે. સાગરિકા શોના સુમન નામના મોડેલ રાજ પર પોર્ન ફિલ્મના કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.

Hiren Buddhdev

| Edited By: Kunjan Shukal

Feb 13, 2021 | 6:47 PM

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા આ દિવસોમાં ચર્ચામાં છે. સાગરિકા શોના સુમન નામના મોડેલ રાજ પર પોર્ન ફિલ્મના કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. સાગરિકાએ દાવો કર્યો હતો કે લોકડાઉન દરમિયાન રાજ કુંદ્રાની કંપની દ્વારા તેમને એક વેબ સિરીઝ ઓફર કરવામાં આવી હતી અને તેમના નામે ન્યૂડ ઓડિશન માંગવામાં આવ્યું હતું. આ પહેલીવાર નથી જ્યારે રાજ કુંદ્રા વિવાદમાં ફસાયેલા હોય. આ અગાઉ તે આઈપીએલ સટ્ટાબાજીમાં દોષી સાબિત થયા હતા, જેના કારણે તેમની ઘણી બદનામી થઈ હતી. રાજસ્થાન રોયલ્સના સહ-માલિક રાજ કુન્દ્રાએ થોડા વર્ષો પહેલા સ્વીકાર્યું હતું કે તેણે આઈપીએલ મેચ દરમિયાન સટ્ટો રમ્યો હતો.

વ્યાપાર જગતમાં રાજ એક મોટું નામ છે, જોકે, ભારતના લોકો તેમને ઉદ્યોગપતિ કરતાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ તરીકે વધારે ઓળખે છે. રાજ કુન્દ્રાએ ખુદ થોડા વર્ષો પહેલા એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘આજે હું જે આરામની જિંદગી જીવી રહ્યો છું તે બાળપણ કરતા ઉલટ છે. આજે મારી પાસે એક કરતા વધુ લક્ઝરી કારનો કાફલો છે, જે પહેલાં એક સ્વપ્ન જેવું હતું.

18 વર્ષની ઉંમરે ધંધો શરૂ કર્યો

મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મેલા રાજનો ઉછેર તેના માતાપિતા દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓ નાનપણથી જ પૈસાની કિંમત સમજી ગયા હતા. જ્યારે તે 18 વર્ષના હતા, ત્યારે પિતાએ કહ્યું, “કાં તો અમારી રેસ્ટોરેન્ટ ચલાવ અથવા તારો વ્યવસાય શરૂ કર.” રાજે તેને ગંભીરતાથી લઈને તેની યાત્રા શરૂ કરી.

શાલ વેચીને ધંધાનો પ્રારંભ કર્યો

રાજ ખિસ્સામાંથી કેટલાક પૈસા લઈને પહેલા દુબઈ ગયા હતા. તેઓ હીરાના વેપારીઓને મળ્યા પણ વાત ન બની. રાજ ત્યાંથી નેપાળ ગયા. કેટલાક પશ્મિના શાલ ખરીદ્યી અને યુકેમાં કેટલાક બ્રાન્ડેડ સ્ટોર્સ દ્વારા વેચવાનું શરૂ કર્યું. આ ધંધો એટલી જલ્દીથી વધતો ગયો કે તેમાં જલ્દી જ સ્પર્ધા પણ વધી ગઈ હતી. આ પછી રાજ ફરી દુબઈ હીરાનો ધંધો કરવા ગયા હતા.

ત્યારથી તેમણે ક્યારેય પાછળ જોયું નથી અને આજે તે વિવિધ ક્ષેત્રમાં લગભગ 10 કંપનીઓની માલિકીના હક અથવા હિસ્સેદારી ધરાવે છે. 2004માં બ્રિટિશ સામયિક દ્વારા સૌથી ધનિક એશિયન બ્રિટીશની સૂચિમાં રાજ કુંદ્રા 198માં ક્રમે હતા. તાજેતરમાં જ રાજે 2020માં મુંબઈમાં એક રેસ્ટોરન્ટ પણ ખોલી છે.

આ પણ વાંચો: PCએ તેના પુસ્તકમાં રિલેશનશિપ વિશે કર્યા ખુલાસા, બ્રેકઅપ બાદ વધી ગયું હતું 9 કિલો વજન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati