ગણતંત્ર દિવસ પર શિલ્પા શેટ્ટીએ આપી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા, સોશિયલ મીડિયામાં થઇ ટ્રોલ

મંગળવારે શિલ્પાએ પ્રજાસત્તાક દિનના અભિનંદન આપવાને બદલે સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી દીધી હતી. તે ટ્રોલ થઈ રહી છે.

ગણતંત્ર દિવસ પર શિલ્પા શેટ્ટીએ આપી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા, સોશિયલ મીડિયામાં થઇ ટ્રોલ
શિલ્પા શેટ્ટી

મંગળવારે દેશભરમાં 72 માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સામાન્ય માણસથી લઈને સેલિબ્રીટીઓએ પ્રજાસત્તાક દિનની સૌને શુભેચ્છા પાઠવી હતી. બોલિવૂડના ઘણા સ્ટાર્સે પણ આ ખાસ દિવસ પર સોશિયલ મીડિયામાં અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ આ દરમિયાન અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પ્રજાસત્તાક દિન પર ફેન્સને અભિનંદન આપતી વખતે ભૂલ કરી હતી. જેના કારણે તે હવે ખૂબ ટ્રોલ થઈ રહી છે.

Shilpa Shetty wishes Independence Day on Republic Day, trolls on social media

ટ્રોલ થયા બાદ સુધારી ભૂલ

શિલ્પા શેટ્ટી સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેન્સ માટે ફોટા તેમજ વીડિયો શેર કરતી રહે છે. મંગળવારે શિલ્પાએ પ્રજાસત્તાક દિનના અભિનંદન આપવાને બદલે સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી દીધી હતી. જે બાદ શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થઈ રહી છે. ટ્રોલ થયા બાદ શિલ્પાએ પોસ્ટ સુધારી દીધી હતી.

કોઈ યુઝરે શિલ્પા શેટ્ટીને ટ્રોલ કરીને લખ્યું, ‘આવું કેમનું ચાલશે દીદી?’ જ્યારે બીજા ઘણા યુઝરે અલગ અલગ રીતે શિલ્પાને ટ્રોલ કરી હતી. કોઈએ લખ્યું કે બોલિવૂડના લોકોને પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ વચ્ચેનો ભેદ સમજાઓ. કોઈ એ તો લખ્યું કે સ્કૂલ નથી ગયા કે શું મેડમ.

Click on your DTH Provider to Add TV9 Gujarati