બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીએ પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેનું ફિલ્મી કરિયર બહુ સફળ રહ્યું નથી. શમિતાનું ફિલ્મી કરિયર ભલે સફળ ન રહ્યું હોય, પરંતુ આજે તે કરોડોની સંપત્તિની માલકિન છે. આજે શમિતા તેનો 44મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસર પર અમે તમને જણાવી રહ્યાં છે કે સમીતા હાલ ફિલ્મોથી દુર હોવા છત્તા ક્યાંથી કમાણી કરી રહી છે તેમજ તેની પાસે કયા એવા આવકના સ્ત્રોત છે.
શમિતા શેટ્ટી OTT પર આવતા બિગ બોસના ઘરમાં સ્પર્ધક તરીકે રહી ચૂકી છે. શમિતા આ શોમાં ખૂબ જ લોકપ્રિય થઈ હતી. જેમાં પહેલા દિવસે જ તે શોના અન્ય સ્પર્ધક પ્રતીક સહજપાલ સાથે જોરદાર દલીલમાં ઉતરી હતી. અહીં ટ્રોલર્સ બિગ શમિતાની એન્ટ્રી પર પણ સવાલ ઉઠાવ્યા હતા છે. અને તે જ સમયે, આ પ્રકારની ચર્ચાએ પણ વેગ પકડ્યો હતો કે શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા શમિતાનો તમામ ખર્ચ ઉઠાવે છે. પણ આ તદન અફવા હતી સમીતા ભલે શિલ્પા શેટ્ટીની બહેન હોય અને રાજ કુન્દ્રાની સાળી પણ તેનો ખર્ચો તે ખુદ ઉઠાવી રહી છે એટલું નહી પણ તે ફિલ્મો ન કરતી હોવા છત્તા કરોડોની માલિક છે. ત્યારે આ પૈસા આવે છે ક્યાંથી ?
તો તમને જણાવી દઈએ કે, શમિતા શેટ્ટી ઈન્ટીરીયર ડીઝાઈનર છે તેણે તેનો અભ્યાસ પણ કર્યો છે અને અભિનેત્રી હોવા ઉપરાંત તે ઈન્ટીરીયર ડીઝાઈનીંગ એક કંપની ચલાવે છે. શમિતાની કંપનીનું નામ ગોલ્ડન લીફ છે, જ્યાંથી તે ઘણી કમાણી કરે છે. તેની સાથે, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ શમિતા શેટ્ટી માટે આવકનો સ્ત્રોત છે. શમિતા શેટ્ટી ખૂબ જ વૈભવી જીવન જીવે છે. અહેવાલો અનુસાર, આજે શમિતા શેટ્ટીની કુલ સંપત્તિ 5 મિલિયન ડોલર એટલે કે 40 કરોડથી પણ વધુ છે.
શમિતાએ વર્ષ 2000માં ફિલ્મ મોહબ્બતેથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ સુપરહિટ રહી, પરંતુ મલ્ટીસ્ટારર હોવાને કારણે શમિતાને વધુ લોકપ્રિયતા મળી શકી નહીં. આ ફિલ્મ પછી, તે ચોક્કસપણે મેરે યાર કી શાદી હૈ, સાથિયા, ઝેહર જેવી કેટલીક ફિલ્મોમાં જોવા મળી હતી, પરંતુ આ બધું તેની કારકિર્દીને કોઈ ખાસ ફાયદો ન આપી શક્યું. શમિતા લાંબા સમયથી મોટા પડદા પરથી ગાયબ છે. જો કે તે વેબસીરીઝમાં પણ તેનું નસીબ આજમાવી ચૂકી છે .
શમિતા ભલે લાંબા સમયથી ફિલ્મોમાંથી ગાયબ હોય પરંતુ તેમ છતાં તે કરોડો રૂપિયા કમાય છે. તે વ્યવસાયે ઇન્ટિરિયર ડિઝાઇનર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શમિતાની કુલ સંપત્તિ છે. આ સિવાય શમિતા કેટલીક બ્રાન્ડ્સને પણ એન્ડોર્સ કરે છે જેમાંથી તે કમાણી કરે છે. તમને જણાવી દઈએ કે 2009માં શમિતા બિગ બોસ 3નો ભાગ પણ રહી ચુકી છે. પરંતુ તેણે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના લગ્નમાં હાજરી આપવા માટે અધવચ્ચે જ શો છોડી દીધો હતો.