Jackie Shroff ને ઈન્ટિમેટ સીન કરવામાં આવે છે શરમ, કહ્યું- ઘણા લોકો તમને જોઈ રહ્યા છે

જેકી શ્રોફ (Jackie Shroff) ટૂંક સમયમાં ફિલ્મ 'ધ ઇન્ટરવ્યૂ: નાઇટ ઓફ 26/11' માં જોવા મળશે. આ ફિલ્મમાં તે એક પત્રકારની ભૂમિકામાં જોવા મળશે.

Jackie Shroff ને ઈન્ટિમેટ સીન કરવામાં આવે છે શરમ, કહ્યું- ઘણા લોકો તમને જોઈ રહ્યા છે
Jackie Shroff
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 5:20 PM

જેકી શ્રોફ (Jackie Shroff) ની ફિલ્મ ‘ધ ઈન્ટરવ્યૂ: નાઈટ ઓફ 26/11’ (The Interview Night Of 26/11) ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં જેકી ઈન્ટિમેટ સીન કરતા જોવા મળશે. જોકે તેમણે કહ્યું છે કે તેમને ઈન્ટિમેટ સીન શૂટ કરવામાં ખૂબ જ શરમ અનુભવી હતી. પરંતુ જો રોલની ડિમાંડ છે તો તે કરવું પડશે કારણ કે તે એક અભિનેતાના કામનો એક ભાગ છે.

એક વાતચીતમાં જેકી શ્રોફે ઈન્ટિમેટ સીન શૂટ કરવા વીશે વાત કરી હતી. તેમણે કહ્યું- હું ખૂબ જ શરમ અનુભવી રહ્યો હતો. જ્યારે હું આવા દ્રશ્યો કરું છું, ત્યારે હું ગભરાઈ જાઉં છું. હું આ એટલા માટે કરી રહ્યો છું કારણ કે હું એક અભિનેતા છું.

રોલની ડિમાન્ડ પર તે કરવું પડશે

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

જેકી શ્રોફે વધુમાં કહ્યું કે ઘણા લોકો તમને કેમેરા પર આંખો પટપટાવ્યા વગર જોઈ રહ્યા છે. ડાયરેક્ટર, સહાયક, ક્રૂ અને આખું વિશ્વ જોઈ રહ્યું છે. તે ખૂબ જ શરમજનક લાગે છે પરંતુ તમારે તે કરવું પડશે કારણ કે તે તમારું કામ છે. જો ભૂમિકાની જરૂર હોય, તો તમારે તે કરવું પડશે.

જેકી શ્રોફ ફિલ્મ ધ ઇન્ટરવ્યૂ: નાઇટ ઓફ 26/11 માં પત્રકારની ભૂમિકામાં જોવા મળશે. જેમાં તેને બોલિવૂડ સ્ટારનો ઈન્ટરવ્યૂ લેવાનું કહેવામાં આવશે. તે ડચ ફિલ્મ ધ ઇન્ટરવ્યૂની રિમેક છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, જેકી શ્રોફ છેલ્લે સલમાન ખાન, દિશા પાટણી અને રણદીપ હુડ્ડા સાથે ફિલ્મ રાધેમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તે પોલીસ અધિકારીના રોલમાં જોવા મળ્યા હતા. તે પહેલા તેઓ હેલો ચાર્લીમાં જોવા મળ્યા હતા. જેકી શ્રોફે ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની શરૂઆત કરી છે. તે વેબ સીરીઝ ઓકે કોમ્પ્યુટરમાં જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે જેકી ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષય કુમાર અને કેટરિના કૈફ સાથે જોવા મળશે. ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના રોગચાળાને કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી. ફિલ્મની નવી રિલીઝ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

આ પણ વાંચો :- Randhir Kapoorએ કર્યો ખુલાસો- નિષ્ફળ લગ્નની ભાઈ રાજીવની કારકિર્દી પર પડી હતી અસર, ન બનાવી શક્યા બોલીવુડમાં અલગ ઓળખ

આ પણ વાંચો :- Photos: હાથમાં નવી ફિલ્મની સ્ક્રીપ્ટ લઈને રોહિત ધવનની ઓફિસે પહોંચ્યા કાર્તિક આર્યન, જુઓ અભિનેતાની સ્ટાઈલિશ તસ્વીરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">