શાહિદ કપૂરે અલી અબ્બાસ ઝફર સાથે એક્શન ફિલ્મનું શૂટિંગ કર્યું શરૂ, ફ્રેન્ચ ફિલ્મની છે રિમેક

શાહિદ કપૂરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક તસ્વીર શેર કરી અને માહિતી આપી કે તેણે તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે જેનું નિર્દેશન અલી અબ્બાસ ઝફર કરી રહ્યા છે.

શાહિદ કપૂરે અલી અબ્બાસ ઝફર સાથે એક્શન ફિલ્મનું શૂટિંગ કર્યું શરૂ, ફ્રેન્ચ ફિલ્મની છે રિમેક
Shahid Kapoor
TV9 GUJARATI

| Edited By: Charmi Katira

Nov 13, 2021 | 7:40 AM

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર (Shahid Kapoor) તેની આગામી ફિલ્મોની તૈયારી કરી રહ્યો છે. આવનારા સમયમાં તે ઘણી ફિલ્મોમાં જોવા મળશે. તાજેતરમાં, તેણે સોશિયલ મીડિયા પર તેની આગામી ફિલ્મના શૂટિંગની શરૂઆતના સમાચાર શેર કર્યા છે. પ્રખ્યાત નિર્દેશક અલી અબ્બાસ ઝફર આ ફિલ્મોનું નિર્દેશન કરી રહ્યા છે.

શાહિદ કપૂરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી છે અને માહિતી આપી છે કે તેણે તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે જે ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર સાથે છે. શાહિદે ટ્વીટ કરીને લખ્યું કે અમે લોહીબ્લડ , ક્રાઇમ અને ઘણી બધી એક્શન શરૂ કરી છે. અલી અબ્બાસ ઝફરની રમત પરથી પડદો બહાર આવવાનો છે. શાહિદ કપૂર સિવાય અલી અબ્બાસે પણ આ જ તસવીરો શેર કરીને પોતાના ટ્વિટર પરથી આ માહિતી આપી છે.

પોલીસના રોલમાં જોવા મળી શકે છે પ્રાપ્ત થતી માહિતી અનુસાર, અભિનેતા શાહિદ કપૂરની આ આગામી ફિલ્મ ફ્રેન્ચ ફિલ્મની હિન્દી રિમેક હશે. તે 2011ની ફ્રેન્ચ ફિલ્મ નુઈ બ્લશ ( (Nuit Blanche)ની રીમેક છે. આ ફિલ્મમાં શાહિદ પોલીસના રોલમાં જોવા મળશે જે ડ્રગ માફિયા સામે લડતો જોવા મળશે. આ ફ્રેન્ચ ફિલ્મ પહેલાથી જ તમિલ અને તેલુગુ ભાષામાં અનુક્રમે ‘થુંગા વનમ’ અને ‘ચીકતી રાજ્યમ’ નામથી બની ચૂકી છે. હવે તે હિન્દીમાં પણ ટૂંક સમયમાં દર્શકોની વચ્ચે આવશે.

જર્સી પણ રિલીઝ માટે તૈયાર છે તમને જણાવી દઈએ કે, શાહિદ કપૂરની ફિલ્મ ‘કબીર સિંહ’ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ત્યારથી શાહિદની બ્રાન્ડ વેલ્યુ વધી ગઈ છે. હવે તે ફિલ્મોની પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક કરી રહ્યો છે. તેની આગામી ફિલ્મ ‘જર્સી’ રિલીઝ માટે તૈયાર છે. તે પણ સાઉથની ફિલ્મ ‘જર્સી’ની રિમેક છે. આ ફિલ્મ ક્રિકેટ પર આધારિત છે. આ ફિલ્મ 31 ડિસેમ્બર 2021ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ સિવાય શાહિદ રાજ અને ડીકેના વેબ શોમાં પણ જોવા મળવાનો છે. જેમાં તેની સાથે સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિએ પણ કામ કર્યું છે. શાહિદે હાલમાં જ ‘બુલ’ નામની ફિલ્મ પણ સાઈન કરી છે. જે અંગેની માહિતી બહાર આવી છે.

આ પણ વાંચો :Happy birthday Juhi Chawla : જુહી ચાવલાએ કેમ પરણિત વ્યક્તિ સાથે કર્યા લગ્ન ? વર્ષો પછી બતાવ્યું કારણ

આ પણ વાંચો : સંસ્કૃતિ મંત્રાલયે લોન્ચ કરી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ મોબાઈલ એપ, આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી સંબંધિત મળશે માહિતી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati