Shah Rukh Khan Net Worth : ફેન્સના દિલનો બેતાજ બાદશાહ છે શાહરુખ ખાન, જાણો કેટલા કરોડનો છે માલિક

શાહરૂખ ખાને (Shah Rukh Khan) હંમેશા પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ જીત્યા છે. શાહરૂખની ગણના આજે બોલિવૂડના મોટા કલાકારો પૈકી એકમાં થાય છે. આટલું જ નહીં કમાણીના મામલે તેણે હોલિવૂડ સ્ટાર્સને પણ પાછળ છોડી દીધા છે.

Shah Rukh Khan Net Worth : ફેન્સના દિલનો બેતાજ બાદશાહ છે શાહરુખ ખાન, જાણો કેટલા કરોડનો છે માલિક
Shahrukh khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 9:45 AM

શાહરૂખ ખાનને (Shah Rukh Khan) બોલિવૂડનો બાદશાહ (Baadshah) કહેવામાં આવે છે કારણ કે તેણે હંમેશા પોતાની એક્ટિંગથી ફેન્સનું દિલ જીત્યું છે. જો કે શાહરૂખને આ ટેગ ઘણી મહેનત પછી મળ્યો છે. શાહરૂખે પોતાના કરિયરમાં ઘણો સંઘર્ષ કર્યો છે અને આજે તેનું પરિણામ એ છે કે શાહરૂખ બોલિવૂડનો એક મોટો એક્ટર છે અને તે કમાણીની બાબતમાં કોઈથી ઓછો નથી.

શાહરૂખ ખાન બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરનારા એક્ટર પૈકી એક છે. માત્ર બોલિવૂડ જ નહીં. શાહરૂખે કમાણીના મામલામાં ટોમ ક્રાઉઝ, ટોમ હેન્ક્સ અને એડમ સેન્ડલર જેવા હોલીવુડ સ્ટાર્સને પણ પાછળ છોડી દીધા છે. એક રિપોર્ટ અનુસાર, શાહરૂખની નેટવર્થ 5100 કરોડ છે. શાહરૂખની માસિક આવક અને પગાર 12 કરોડથી વધુ છે. તો વર્ષના 240 કરોડથી વધુ છે.

શાહરૂખની આ કમાણી ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા થાય છે. જણાવી દઈએ કે શાહરૂખ એક ફિલ્મ માટે 40-50 કરોડ રૂપિયા લે છે. તે જ સમયે, તેની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ફી 22 કરોડ છે. એટલું જ નહીં કિંગ ખાનનું 930 કરોડનું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ પણ છે. કિંગ ખાનને શાનદાર લાઇફસ્ટાઇલ જીવવાનો શોખ છે અને આ જ કારણ છે કે તે ઘરો અને લક્ઝરી વાહનોમાં ઘણા પૈસા રોકે છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

ઘર શાહરૂખ ખાનનું મુંબઈના બાંદ્રામાં મન્નત ઘર છે. તે ભારતનું બેસ્ટ ટુરિસ્ટ સ્પોટ પણ છે કારણ કે જે પણ મુંબઈ જાય છે તે શાહરુખનું ઘર જોવા જાય છે. એક રિપોર્ટ અનુસાર, મન્નતની બજાર કિંમત 200 કરોડની આસપાસ છે. આ સિવાય શાહરૂખનો દુબઈમાં એક વિલા છે. વિલામાં 6 બેડરૂમ છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ પણ ગેજેટ્સનો પણ ખુબ જ શોખ છે. તેથી તેણે ઘરમાં 2 કારનું રિમોટ કંટ્રોલ ગેરેજ પણ બનાવ્યું છે.

શાહરૂખની કારનું કલેક્શન  શાહરૂખ પાસે Bugatti Veyron, BMW 7 Series Car, BMW 6 Series, Mitsubishi Pajero, Audi A6, Land Cruiser, Rolls Royce Drop Hate Coupe જેવા લક્ઝરી કાર છે.

તમને જણાવી દઈએ કે શાહરૂખ માત્ર એક સારો એક્ટર જ નથી પણ એક સારો ટીવી પ્રેઝન્ટર, સ્ટેજ પરફોર્મર અને સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે. તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પણ છે. તેણે જુહી ચાવલા અને જય મહેતા સાથે આઈપીએલની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ પણ ખરીદી છે.

શાહરૂખની ફિલ્મો શાહરૂખ ખાન છેલ્લે વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં શાહરૂખની સાથે કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા લીડ રોલમાં હતી. જોકે, ફિલ્મને ક્રિટીક્સ અને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો નથી. ત્યારથી શાહરૂખ બ્રેક પર હતો. પરંતુ હવે શાહરૂખ ફિલ્મ પઠાણમાં જોવા મળવાનો છે. ફિલ્મમાં શાહરૂખની સાથે જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ લીડ રોલમાં હશે.

આ સિવાય શાહરૂખ ડાયરેક્ટર એટલીની ફિલ્મમાં પણ જોવા મળવાનો છે. જો કે ફિલ્મનું નામ હજુ ફાઈનલ થયું નથી.

આ પણ વાંચો : Diwali 2021 : ગરીબોને અમીર બનાવે છે હાથની જોડી, દિવાળીની રાત્રે કરો આ ઉપાય

આ પણ વાંચો : Birthday Special : ઈશાએ ટીશ્યુ પેપર પર લખીને આપ્યો હતો પતિ ભરતને નંબર, જાણો જાણી-અજાણી વાત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">